શોધખોળ કરો
અમેરિકામાં ભારતીય પરિવાર કારમાં પસાર થતો હતો ને ઉપરથી પ્લેન આવીને કાર પર પડ્યું, જાણો શું થયું પરિવારનું?
1/9

આ ટેસ્લા કાર મૂળ કેરળના ઈન્ડિયન-અમેરિકન ઓનિલ કુરૂપની હતી. આ ઘટનામાં કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. જોકે, દુર્ઘટનામાં પિતા અને પુત્ર બંને સુરક્ષિત બચી ગયા છે. ઘટના બાદ આ તસવીરોને ઓનિલ કુરૂપે પોતાના ફેસબુક પર શેર કરતા લખ્યું હતું કે, ભગવાન અને આ કારે અમને બચાવી લીધા છે.
2/9

ટેક્સાસ: બુધવારે અમેરિકાના ટેક્સાસમાં ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીનું નાનું પ્લેન ટેક્નિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું. આ પ્લેન ક્રેશ થયા બાદ રસ્તા પર ચાલી રહેલી એક કાર સાથે ટકરાયું હતું. આ કાર એક ભારતીય પરિવારની હતી. જે સમયે પ્લેન કાર સાથે ટકરાયું તે સમયે કારમાં પિતા અને પુત્ર ટ્રાવેલીંગ કરી રહ્યા હતાં. આ ઘટનામાં પ્લેનના કારણે અન્ય કારને પણ નુકસાન થયું હતું. પરંતુ સૌથી વધુ નુકસાન એક ભારતીય પરિવારની ટેસ્લા કારને થયું હતું.
Published at : 24 Sep 2018 09:50 AM (IST)
View More





















