અંશદીપ અમેરિકન રાષ્ટ્રપતિના સિક્યુરિટી તરીકે સામેલ થતાં પહેલા અનેક જગ્યાએ નોકરી કરી. પરંતુ તેના દિમાગમાં હંમેશા કઈંક અલગ કરવાનું ઝનૂન હતું. તેણે એરપોર્ટ સિક્યુરિટીમાં પણ થોડો સમય નોકરી કરી. જે બાદ અમેરિકાના રાષ્ટ્રપતિની સિક્યુરિટીમાં સામેલ થતા પહેલાં તેને ટ્રેનિંગ આપવામાં આવી. ટ્રેનિંગ પૂરી થયા બાદ તેને અમેરિકાના રાષ્ટ્રપતિના સિક્યુરિટીમાં સામેલ કરી લેવામાં આવ્યો.
2/4
અંશદીપના દાદા અમરિક સિંહ ભાટિયા પંજાબ એન્ડ સિંધ બેંકમાં મેનેજર હતા અને તેમની લુધિયાણા બદલી થઈ હતી. અંશના પિતાનો કાનપુરમાં ફાર્માસ્યુટિકલ બિઝનેસ હતો અને લુધિયાણામાં મેરેજ કર્યા બાદ તેઓ 2000માં પરિવાર સાથે અમેરિકા સ્થાયી થયા હતા. તે સમયે અંશદીપ 10 વર્ષનો હતો.
3/4
અંશદીપનો પરિવાર 1984માં શિખ રમખાણો બાદ કાનપુરથી લુધિયાણા સ્થાયી થયો હતો. કાનુપુરની કીડીએ કોલોનીમાં આવેલા તેમના મકાનને રમખાણો સમયે ટોળાએ આગ લગાવી હતી, જેમાં તેના કાકા અને નજીકના પરિવારજનનું મોત થયું હતું. અંશદીપના પિતા દેવેન્દ્ર સિંહ પણ ઘટનામાં ઘાયલ થયા હતા અને તેમને ત્રણ ગોળીઓ વાગી હતી.
4/4
વોશિંગ્ટન ડીસીઃ લુધિયાણામાં જન્મેલો અંશદીપ સિંહ ભાટિયા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સિક્યુરિટીમાં સામેલ થનારો પ્રથમ શિખ બન્યો છે.