(Source: ECI/ABP News/ABP Majha)
Agriculture: કૃષિમાં ટેક્નોલોજી સાથે આ કામ કરવા ગૂગલે આપ્યા 1 મિલિયન ડોલર, જાણો શું થશે બદલાવ
Googleએ કૃષિમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ વધારવા માટે 10 લાખ ડોલરની ગ્રાન્ટ આપી છે. આ ગ્રાન્ટન વધરાથી એઆઈ ફાર્મિંગમાં ટેક્નોલોજી વિકસાવવામાં આવશે. જેનાથી હવામાન, ખેતી વિશે સચોટ માહિતી માળશે.
Agriculture News: Googleએ કૃષિમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ વધારવા માટે 10 લાખ ડોલરની ગ્રાન્ટ આપી છે. આ ગ્રાન્ટન વધરાથી એઆઈ ફાર્મિંગમાં ટેક્નોલોજી વિકસાવવામાં આવશે. જેનાથી હવામાન, ખેતી વિશે સચોટ માહિતી માળશે.
Artificial Inteligence Technology: Googleએ દેશમાં ખેતીની દિશા અને સ્થિતિ સુધારવા માટે આ પગલાં લીધાં છે, તેનાથી દેશના કૃષિ ક્ષેત્રનો વિકાસ થઈ શકશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વાધવાની ઇન્સ્ટિટ્યૂટ ફોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)એ કોટન google.org તરફથી 10 લાખ ડોલરની ગ્રાન્ટ મળી છે. એક નિવેદન મુજબ, વાધવાણી AI ગ્રાન્ટ ફંડનો ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંબંધિત ઉકેલો વિકસાવવામાં મદદ કરશે.
હવામાન અને ખેતીની સચોટ માહિતી મળી શકશે:
આ ટેક્નોલોજીનો ફાયદો એ થશે કે ખેડૂતો ચોક્કસ હવામાનની જાણકારી મેળવી શકશે. હવામાન ક્યારે બગડી શકે છે, ક્યારે ખરાબ થશે. તેની ચોક્કસ જણકારી મળશે. આ ઉપરાંત આ ટેક્નોલોજીની મદદથી પાક અને અન્ય કૃષિ સંબંધિત માહિતી પણ ઉપલબ્ધ થશે. આ ટેક્નોલોજી દેશમાં એક નવો મુકામ ઉભો કરશે.
પહેલા પણ આ કંપનીને મળી ચૂક્યું છે ફંડ:
આ પહેલા પણ સંસ્થાને વર્ષ 2019માં ગૂગલ તરફથી 20 લાખ ડોલર ગ્રાન્ટ મળી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગૂગલ રિસર્ચ ઈન્ડિયાના રિસર્ચ ડાયરેક્ટર મનીષ ગુપ્તાએ જણાવ્યું કે, ભારત કૃષિ આધારિત સિસ્ટમ ધરાવતો દેશ છે. ભારતની અડધો અડધ વસ્તી પોતાના અસ્તિત્વ માટે ખેતી પર નિર્ભર છે. આ પ્રકારની ટેકનોલોજીથી ખેતીને ઘણો ફાયદો થઈ શકે છે.
ભારતમાં ગૂગલ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે કરી રહ્યું છે આ કામ:
Googleએ તેનો પોતાનો પ્રોગ્રામ ગૂગલ ફોર ઈન્ડિયા કર્યો હતો. જેમાં તેણે ભારતમાં કામગીરી અને પહેલ વિશે માહિતી આપી હતી. Google મહિલા કર્મીઓને પ્રોત્સાહન આપવા માટે તેમના સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કરી રહ્યું છે. ગૂગલ શરૂઆતથી ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પ્રચાર કરી રહ્યું છે. ગૂગલે તેને પ્રમોટ કરવા માટે ઘણી કંપનીઓ સાથે મળીને કામ કર્યું છે. આઈઆઈટી મદ્રાસ(ITI Madras)ને ડેટા સેન્ટર(Data Center) સ્થાપવા માટે google તરફથી ગ્રાન્ટ આપવામાં આવી છે.