Suspicious death of 3 Girls in Surat: ત્રણ બાળકીના શંકાસ્પદ મોત બાદ એક્શનમાં સુરત પ્રશાસન
સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીના શંકાસ્પદ મૃત્યુ નિપજયાં છે. ત્રણેય બાલકીની ઉંમરે અનુક્રમે 12 વર્ષ, 14 વર્ષ અને 8 વર્ષની હતી. ગઈકાલે આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણેય બાળકીની તબિયત લથડી હતી, આઇસ્ક્રિમ ખાધા બાદ ઉલ્ટી શરૂ થતાં ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યાર બાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. ત્રણે બાળકીના મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કારણ કે એક તર્ક એવો પણ છે કે, આ ત્રણેય બાળકી ઠંડીથી બચવા માટે તાપણા પાસે બેઠી હતી અને ત્યારબાદ ધૂમાડો શ્વાસમાં જતાં શ્વાસ રૂંધાતા મોત થયાની પણ શંકા સેવાઇ રહી છે. ત્રણેય બાળકીનાં મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટમાં સામે આવી શકે છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો ત્રણેય બાળકીઓએ આઇ્સક્રિમ ખાધા બાદ તાપણા પાસે ઠંડીથી રાહત મેળવવા માટે તાપવા બેઠી હતી આ દરમિયાન જ ત્રણેયની તબિયત લથડી હતી અને ઉલ્ટી પણ થઇ હતી. હવે આ તબિયત ધુમાડાના કારણે બગડી હતી કે પછી આઇસક્રિમના કારણે, મોતનું કારણ સ્પષ્ટ ન થઇ શકતાં ત્રણેય બાળકીના મોતનું રહસ્ય ઘેરાયું છે.ત્રણેય બાળકીનાં મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ જાણી શકાશે. મૃતક ત્રણ બાળકીઓના નામ દુર્ગા કુમારી, મહંતો, 12 વર્ષ,અમિતા મહંતો, 14 વર્ષ,અનિતા કુમારી મહંતો, 8 વર્ષ છે.