શોધખોળ કરો

Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ

સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો બેંકરો લોન માફી માટે સરકાર દ્વારા જાહેર કરાયેલી રકમ અન્ય ખાતામાં જમા કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Farmer Loan Waiver: તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ 1 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરી છે. તેલંગાણાના સીએમઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બેંકોને સૂચના આપવામાં આવી છે કે ખેડૂતો દ્વારા લેવામાં આવેલી લોન તેમને 18 જુલાઈ, 2024 સુધીમાં ચૂકવવામાં આવે. સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો બેંકરો લોન માફી માટે સરકાર દ્વારા જાહેર કરાયેલી રકમ અન્ય ખાતામાં જમા કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પહેલા 2 લાખ રૂપિયા સુધીની લોન માફી અંગેની સૂચનાઓ હતી

તેલંગાણા સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને MLC મંગળવારે (16 જુલાઈ, 2024) ના રોજ લોન માફીનો લાભ મેળવનાર ખેડૂતો સાથેના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.. અગાઉ, તેલંગાણા સરકારે 2 લાખ રૂપિયા સુધીની પાક લોન માફ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર, એવું કહેવામાં આવ્યું હતું કે 12 ડિસેમ્બર, 2018ના  રોજ અથવા તે પછી આપવામાં આવેલી કૃષિ લોન માફ કરવાની હતી, જે 9 ડિસેમ્બર, 2023 સુધીમાં ચૂકવવાની હતી. તેની પ્રક્રિયા ગુરુવાર (18 જુલાઈ 2024) થી શરૂ થશે અને 15 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે.

તેલંગાણા સરકાર દ્વારા જારી સૂચનાઓ

સરકારે કહ્યું કે નાગરિક પુરવઠા વિભાગના પીડીએસ કાર્ડના ડેટાબેઝનો ઉપયોગ ખેડૂત પરિવારોની ઓળખ કરવા માટે કરવામાં આવશે. પરિવારમાં તેના વડા, તેના જીવન સાથી, બાળકો અને અન્યનો સમાવેશ થશે. માર્ગદર્શિકા અનુસાર, લોન માફી યોજનાના અમલીકરણ માટે દરેક બેંકમાં નોડલ અધિકારીની નિમણૂક કરવી જોઈએ. નોડલ ઓફિસર રાજ્યના કૃષિ વિભાગના નિયામક અને NIC વચ્ચે સંકલનની કામગીરી કરશે.

ગુજરાત સરકાર ખેડૂતોને ડ્રોન પાયલટની આપશે તાલીમ

કૌશલ્ય સાથે શિક્ષણ’ના હેતુ સાથે રાજ્યના યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને ‘સ્કિલ સ્માર્ટ’ અભ્યાસ થકી રોજગારી આપવાના ઉદ્દેશથી કૌશલ્યા  ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્કિલ ઇન્ડિયા’ના વિઝનને સાર્થક કરવામાં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં નાગરિકોને સમયની માંગ અનુસાર કૌશલ્ય તાલીમ પ્રદાન થાય તેના માટે યોજનાબદ્ધ કામગીરી થઇ રહી છે. આ દિશામાં આગામી સમયમાં ગુજરાતમાં ખેડૂતો તથા ખેડૂત પુત્રોને નજીવા દરે ડ્રોન પાયલટની તાલીમ આપવાનું આયોજન છે. જેમાં ₹1200ના દરે ડ્રોન પાયલટની તાલીમ આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Embed widget