શોધખોળ કરો
Advertisement
Union Budget 2022: બજેટમાં ધરતીપુત્રોને શું મળ્યું ? જાણો 10 મોટી વાતો
Budget 2022 Update: સરકારે કૃષિ સેક્ટરમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો ફેંસલો કર્યો છે.
Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું. તેમણે રોજગાર, આવાસ અને શિક્ષણ વગેરે અંગે ઘણી મોટી જાહેરાતો કરી. સરકારે ઘઉંની ખરીદી વધારવાનો ફેંસલો કર્યો છે, ઉપરાંત સરકારે કૃષિ સેક્ટરમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો ફેંસલો કર્યો છે.
બજેટમાં કૃષિ સાથે જોડાયેલી 10 મોટી વાતો
- નાણામંત્રી સીતારમણે કહ્યું કે વર્ષ 2023ને અનાજનું વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. રવી 2021-22માં 163 લાખ ખેડૂતો પાસેથી 1208 મેટ્રિક ટન ઘઉં અને અનાજ ખરીદવામાં આવશે.
- આ સાથે ખેડૂતોને ડિજિટલ સેવાઓ આપવામાં આવશે અને ભારતમાં ગરીબી નાબૂદીના લક્ષ્ય પર જોરશોરથી કામ કરવામાં આવશે.
- MSP મૂલ્યની રેકોર્ડ ચૂકવણી કરાશે. રાસાયણિક ખાતરની નિર્ભરતા ઓછી કરાશે. ડ્રોન દ્વારા કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. 100 ગતિ શક્તિ કાર્ગો ટર્મિનસ બનાવવામાં આવશે.
- રાજ્યોની યુનિવર્સિટીમાં કૃષિ અભ્યાસક્રમોમાં બદલાવ કરાશે. તેનાથી વિદ્યાર્થીઓ આધુનિક અને ઝીરો બજેટ ખેતી અંગે સારી રીતે માહિતગાર થશે
- બજેટમાં કેન્દ્ર સરકારે કેન-બેતવા લિંક પ્રોજેક્ટ માટે બજેટને મંજૂરી આપી દીધી છે. આ યોજના એમપી અને યુપીમાં આવતા બુંદેલખંડ ક્ષેત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બજેટમાં કેન-બેતવા લિંક પ્રોજેક્ટ માટે 44,605 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપવામાં આવી છે. ખેડૂતો અને સ્થાનિક વસ્તીને સિંચાઈ, ખેતી અને આજીવિકાની સુવિધાઓ પૂરી પાડતી ખેડૂતોની 9 લાખ હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ કરવા માટે કેન-બેતવા લિંક લાગુ કરવામાં આવશે.
- ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે રાજ્ય સરકારો અને એમએસએમઈ સાથે મળીને વ્યાપક પેકેજ રજૂ કરશે.
- તેલીબીયાની આયાત પર નિર્ભરતા ઓછી કરવા પગલાં ભરાશે. ઉપરાંત ઘરેલુ ઉત્પાદન વધારવા માટે વ્યાપક યોજના ચલાવાશે.
- ગંગા કોરિડોરની આસપાસના વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો ફેંસલો કરાયો છે. પ્રાકૃતિક ઝીરો બજેટ અને ઓર્ગેનિક ફાર્મિંગ, આધુનિક ખેતી, મૂલ્ય સંવર્ધન અને પ્રબંધન પર ભાર અપાશે.
- ખેડૂતોને હાઇટેક અને ડિજિટલ સેવાઓ આપવા માટે પીપીપી મોડલમાં યોજના શરૂ કરાશે.
- 2021-22માં 1000 એમલટી અનાજની ખરીદી કરાશે. જેનાથી એક કરોડથી વધારે ખેડૂતો લાભાન્વિત થશે.
આ પણ વાંચોઃ
Union Budget 2022: ગુજરાતની કઈ મોટી નદીઓને લિંક કરવામાં આવશે ? જાણો બજેટમાં શું થઈ જાહેરાત
Union Budget 2022: બજેટ દરમિયાન નાણામંત્રીએ પહેરેલી સાડી છે ખાસ, જાણો કેમ કરી પસંદગી
Union Budget 2022: બજેટને લઈ શેરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ શું કહ્યું ?
Union Budget 2022: બજેટમાં વિદેશ જતાં લોકો માટે શું થઈ મોટી જાહેરાત ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion