શોધખોળ કરો

Union Budget 2022: બજેટને લઈ શેરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ શું કહ્યું ?

Budget 2022 Update: રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું, 'ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સની આવક બજેટ અંદાજ કરતાં 3-4 લાખ કરોડ વધુ હશે

Budget 2022:  નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે પોતાનું ચોથું બજેટ રજૂ કર્યું. આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરવા માટે બજેટમાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જોકે, ક્રિપ્ટોકરન્સી, 5જી, ખેડૂતો, વંદે ભારત, કોર્પોરેટ ટેક્સ અંગે જાહેરાતો કરવામાં આવી હતી. બજેટ બાદ શેરબજારના 'બિગ બુલ' રાકેશ ઝુનઝુનવાલાએ પણ પ્રતિક્રિયા આપી હતી.

શું કહ્યું રાકેશ ઝુનઝુનવાલાએ

તેણે કહ્યું, 'હું હંમેશા ગતિના પક્ષમાં રહ્યો છું. ટેક્સ-ટુ-જીડીપીમાં વધારો આપણને આવનારા સમયમાં મદદ કરશે. ટેક્સ કલેક્શનમાં હજુ વધારો થવાની ધારણા છે. રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું, 'ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સની આવક બજેટ અંદાજ કરતાં 3-4 લાખ કરોડ વધુ હશે.' ટેક્સ કાયદા અને વહીવટમાં સરકારે કરેલા સુધારા હવે ફળ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, 'સરકારે આ બજેટમાં કોઈ લોકપ્રિય પગલું ભર્યું નથી. આ વર્ષના સરકારના અંદાજ કરતાં રાજકોષીય ખાધ 1-1.5% ઓછી રહેવાની ધારણા છે.

બજેટની મોટી જાહેરાતો

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું. તેમણે રોજગાર, આવાસ અને શિક્ષણ વગેરે અંગે ઘણી મોટી જાહેરાતો કરી.

આવકવેરામાં કોઈ છૂટ નહીંમધ્યમ વર્ગ નિરાશકોર્પોરેટને રાહત

આ વખતના બજેટથી મધ્યમ વર્ગ નિરાશ થયો છે. વાસ્તવમાં, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આવકવેરાના સ્લેબ પર કોઈ નવી જાહેરાત કરી નથી. જેના કારણે આ વખતે પણ આવકવેરામાં કોઈ છૂટ નથી. જો કે   કોર્પોરેટને પણ રાહત આપવામાં આવી છે. કોર્પોરેટ સરચાર્જ 12% થી ઘટાડીને 7% કરવામાં આવ્યો છે.

Union Budget 2022: બજેટને લઈ શેરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ શું કહ્યું ?

NPSમાં રાજ્ય સરકારના કર્મચારીઓનો 14 ટકા હિસ્સો હવે ટેક્સ કપાત હેઠળ છે

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓને રાષ્ટ્રીય પેન્શન યોજનામાં યોગદાન પર 14% સુધીની કર રાહત મળે છે, જ્યારે રાજ્ય સરકારના કર્મચારીઓને 10% મળે છે. તેમાં ફેરફાર કરીને રાજ્ય સરકારને 14% ટેક્સ રાહત આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓની જેમ NPSમાં યોગદાન પર ટેક્સમાં છૂટ મળશે.

 ખેતી માટે શું કરી જાહેરાત

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે 'આત્મનિર્ભર ભારતનું બજેટ 2022-23' રજૂ કર્યું છે. નાણામંત્રી સીતારમણે કહ્યું કે વર્ષ 2023ને અનાજનું વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. રવી 2021-22માં 163 લાખ ખેડૂતો પાસેથી 1208 મેટ્રિક ટન ઘઉં અને અનાજ ખરીદવામાં આવશે. આ સાથે ખેડૂતોને ડિજિટલ સેવાઓ આપવામાં આવશે અને ભારતમાં ગરીબી નાબૂદીના લક્ષ્ય પર જોરશોરથી કામ કરવામાં આવશે. ડ્રોન દ્વારા કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. 100 ગતિ શક્તિ કાર્ગો ટર્મિનસ બનાવવામાં આવશે.

Union Budget 2022: બજેટને લઈ શેરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ શું કહ્યું ?

ડીજિટલ યુનિવર્સિટીની જાહેરાત

મંગળવારે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટની જાહેરાત કરી. આ બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે. નાણામંત્રીએ માહિતી આપી હતી કે દેશના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરનું સરળ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સરકાર ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરશે. આ યુનિવર્સિટી ISTE ધોરણની હશે.

પોસ્ટ ઓફિસમાં પણ થશે હવે ઓનલાઇન ટ્રાન્ઝિકશન,ATMની સુવિધા પણ અપાશે

પોસ્ટ ઓફિસમાં ઓનલાઈન ટ્રાન્સફર પણ શક્ય બનશે અને પોસ્ટ ઓફિસ કોર બેંકિંગ સેવા હેઠળ આવશે. 75 જિલ્લામાં ડિજિટલ બેંકિંગ શરૂ કરવામાં આવશે. 2022થી પોસ્ટ ઓફિસમાં ડિજિટલ બેંકિંગ પર કામ કરવામાં આવશે. પોસ્ટ ઓફિસમાં ATMની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

વિદેશ જનાર માટે પણ મોટી જાહેરાત

ઉપરાંત બજેટમાં વિદેશ જનાર માટે પણ મોટી જાહેરાત કરાઇ છે. 2022-23થી જ ચિપવાળા ઇ-પાસપોર્ટ અપાશે. તેમણે રેલવે માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે.

60 લાખ નવી નોકરીઓની જાહેરાત

આ સિવાય સરકારે બજેટમાં યુવાનોને પણ રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 60 લાખ નવી નોકરીઓની જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે 30 લાખ વધારાની નોકરીઓ ઉપલબ્ધ કરાવવાની સંભાવના છે.

જાન્યુઆરીમાં જીએસટી કલેક્શન રેકોર્ડ સ્તરે પહોંચ્યું

નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન કહ્યું હતું કે જાન્યુઆરીમાં જીએસટી કલેક્શન રેકોર્ડ સ્તરે આવી ગયું છે. રોગચાળા છતાં આર્થિક પ્રવૃત્તિમાં ઝડપી વૃદ્ધિને કારણે GST સંગ્રહમાં સારો ઉછાળો જોવા મળ્યો છે.

ક્રિપ્ટોકરન્સીમાંથી આવક પર 30% ટેક્સ

વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સમાંથી થતી આવક પર 30 ટકા ટેક્સ લાગશે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે ક્રિપ્ટોકરન્સી પણ તેના કાર્યક્ષેત્રમાં આવશે અને ક્રિપ્ટોકરન્સીમાંથી થતી આવક પર 30 ટકા ટેક્સ લાગશે.

RBI વર્ષ 2022માં ડિજિટલ કરન્સી લોન્ચ કરશે

આરબીઆઈ વર્ષ 2022માં ડિજિટલ કરન્સી લોન્ચ કરશે અને તેના દ્વારા દેશમાં સત્તાવાર રીતે ડિજિટલ કરન્સી લોન્ચ કરવામાં આવશે.

Union Budget 2022: બજેટને લઈ શેરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ શું કહ્યું ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Embed widget