શોધખોળ કરો

Kharif Crop : ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષ કરતાં 10 લાખ હેક્ટરનો વધારો, કપાસનું 20.25 લાખ હેક્ટરમાં વાવેતર

Gujarat Agriculture News: રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સમયસર વરસાદ આવતા ખેડૂતોએ કપાસ, મગફળી, એરંડા, તલ, સોયાબીન, ડાંગર, જુવાર સહિતના ખરીફ પાકોનું વાવેતર શરુ કરી દીધું છે.

Gujarat Agriculture News: ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન સાથે જ સાર્વત્રિક વરસાદ થતા રાજ્યના ખેડૂતો ખુશ-ખુશાલ થયા છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ગત અઠવાડિયા દરમિયાન વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર શરુ કરી દીધું છે. રાજ્યના ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ લાભદાયી નીવડશે. રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

કૃષિ મંત્રીએ ચાલુ વર્ષે 3 જુલાઈ સુધીમાં રાજ્યમાં થયેલા વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આશરે 10 લાખ હેક્ટરનો વધારો થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 40.46 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ 30.20 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. છેલ્લા ૩ વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં કુલ 85.97 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યારસુધીમાં 47.07 ટકા જેટલા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.

Kharif Crop : ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષ કરતાં 10 લાખ હેક્ટરનો વધારો, કપાસનું 20.25 લાખ હેક્ટરમાં વાવેતર

કપાસના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કપાસના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે, અને દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં કપાસનું સૌથી વધારે વાવેતર થાય છે. આ વર્ષે પણ રાજ્યમાં અત્યારસુધીમાં સૌથી વધુ કુલ 20.25 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કપાસનું 15.26 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જેની સામે આ વર્ષે કપાસના વાવેતરમાં આશરે 5 લાખ હેક્ટર જેટલો વધારો થયો છે.

કપાસ બાદ તેલીબીયા પાકનું સૌથી વધુ વાવેતર

કપાસ બાદ રાજ્યમાં સૌથી વધુ તેલીબીયા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 15.11 લાખ હેક્ટર જમીનમાં તેલીબીયા પાકોનું વાવેતર થયું છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 11.02 લાખ હેક્ટર હતું. આ વર્ષે તેલીબિયા પાકના વાવેતરમાં આશરે 4 લાખ હેક્ટર જેટલો વધારો થયો છે. રાજ્યના મુખ્ય તેલીબીયા પાક એવા મગફળીનું પણ રાજ્યમાં પુષ્કળ વાવેતર થયું છે. રાજ્યમાં ગત વર્ષે મગફળી પાકનું આ સમયગાળા દરમિયાન 10.14 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. જેની સામે આ વર્ષે વાવેતરમાં આશરે ૩ લાખ હેકટરના વધારા સાથે અત્યારસુધીમાં કુલ 13.28 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે.

Kharif Crop : ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષ કરતાં 10 લાખ હેક્ટરનો વધારો, કપાસનું 20.25 લાખ હેક્ટરમાં વાવેતર
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સમયસર વરસાદ આવતા ખેડૂતોએ કપાસ, મગફળી, એરંડા, તલ, સોયાબીન, ડાંગર, જુવાર સહિતના ખરીફ પાકોનું વાવેતર શરુ કરી દીધું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અત્યારસુધીમાં વાવેતર વિસ્તારમાં આશરે 10 લાખ હેક્ટર જેટલો વધારો થયો છે અને હજુ પણ ખરીફ ઋતુમાં પાક વાવેતરમાં વેગ આવવા સાથે વિસ્તારમાં પણ વધારો આવવાની પૂરતી સંભાવનાઓ છે, તેમ તેમણે ઉમેર્યું હતું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  

Ideas of India Summit 2025:  દિલ્હીના રાજકારણમાં થશે પ્રમોદ સાવંતની એન્ટ્રી? જાણો શું બોલ્યા ગોવાના CM  

Ideas of India Summit 2025: ભારતીય ગ્રાહકથી લઈને વર્ક લાઈફ બેલેન્સ સુધી... શાશ્વત ગોયનકાએ દરેક સવાલના આપ્યા જવાબ 

Ideas Of India Summit 2025: 9 વર્ષની ઉંમરે બિક્રમ ઘોષે કર્યો હતો પ્રથમ કોન્સર્ટ, ઉસ્તાદ તૌફીક કુરેશીએ સંભળાવ્યો બાળપણનો કિસ્સો  

ABP Premium

વિડિઓઝ

Ideas of India Summit 2025: મનીષ ગુપ્તાએ જણાવ્યું કે કેવી રીતે AI ભારતને બદલી શકે છે...Surat Accident: મુસાફરો ભરેલી રિક્ષા ખાઈ ગઈ પલટી... જુઓ મુસાફરોના કેવા થયા હાલ CCTV ફુટેજમાંDabhoi: તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યો બાઈકચાલક, ખાડામાં ખાબક્યો આ વ્યક્તિ અને પછી...Ideas of India 2025: એબીપી નેટવર્કના ચીફ એડિટર અતિદેબ સરકારની સ્પીચ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
Ideas of India Summit 2025:  દિલ્હીના રાજકારણમાં થશે પ્રમોદ સાવંતની એન્ટ્રી? જાણો શું બોલ્યા ગોવાના CM  
Ideas of India Summit 2025:  દિલ્હીના રાજકારણમાં થશે પ્રમોદ સાવંતની એન્ટ્રી? જાણો શું બોલ્યા ગોવાના CM  
Ideas of India Summit 2025: ભારતીય ગ્રાહકથી લઈને વર્ક લાઈફ બેલેન્સ સુધી... શાશ્વત ગોયનકાએ દરેક સવાલના આપ્યા જવાબ 
Ideas of India Summit 2025: ભારતીય ગ્રાહકથી લઈને વર્ક લાઈફ બેલેન્સ સુધી... શાશ્વત ગોયનકાએ દરેક સવાલના આપ્યા જવાબ 
Ideas Of India Summit 2025: 9 વર્ષની ઉંમરે બિક્રમ ઘોષે કર્યો હતો પ્રથમ કોન્સર્ટ, ઉસ્તાદ તૌફીક કુરેશીએ સંભળાવ્યો બાળપણનો કિસ્સો  
Ideas Of India Summit 2025: 9 વર્ષની ઉંમરે બિક્રમ ઘોષે કર્યો હતો પ્રથમ કોન્સર્ટ, ઉસ્તાદ તૌફીક કુરેશીએ સંભળાવ્યો બાળપણનો કિસ્સો  
ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 

Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે

IND vs PAK: પાકિસ્તાની બોલર્સને ફટકારવામાં વિરાટ કોહલી સૌથી આગળ, જુઓ સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ટોપ 5 ભારતીય બેટ્સમેન

Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 

Embed widget