Surat Accident: મુસાફરો ભરેલી રિક્ષા ખાઈ ગઈ પલટી... જુઓ મુસાફરોના કેવા થયા હાલ CCTV ફુટેજમાં
Surat Accident | મુસાફરો ભરેલી રિક્ષા ખાઈ ગઈ પલટી... જુઓ મુસાફરોના કેવા થયા હાલ CCTV ફુટેજમાં
સુરતમાં રફતાર નો કહેર યથાવત જોવા મળ્યો છે ભાઠેના બિસ્મિલ્લા ચોક પાસે પુરપાટ ઝડપે જતી રીક્ષામાં બાઇક ચાલક અચાનક વચ્ચે આવતા પલટી મારી ગઈ હતી.. અકસ્માતની આ ઘટનામાં સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી ..જોકે હાજર લારી ચાલકોએ તાત્કાલિક રિક્ષામાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો અને 108 ને બોલાવી 5 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા.
સુરતમાં અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. સુરતના ભાઠેના બિસ્મિલ્લા ચોક પાસે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ગતરોજની રાત્રે 1.30 વાગ્યાના અરસામાં લગ્નનું કામ પૂર્ણ કરી કેટરસના 4 કારીગરો સામાન લઇ રીક્ષામાં પરત ફરી રહ્યા હતા. આ દરમ્યાન ભાઠેના બિસ્મિલ્લા ચોક પાસે રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી.





















