આ ખેડૂતોને નહીં મળે કિસાન સન્માન નિધિનો લાભ! લિસ્ટમાં ચેક કરી લો તમારું નામ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) ના 20મા હપ્તાની તમામ ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે.

PM Kisan 20th Installment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) ના 20મા હપ્તાની તમામ ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે ત્રણ હપ્તામાં ઉપલબ્ધ છે. છેલ્લા એટલે કે 19મા હપ્તાને ત્રણ મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને હવે ખેડૂતોની નજર આગામી હપ્તા પર ટકેલી છે. મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો સરકાર જૂન મહિનામાં જ 20મો હપ્તો જાહેર કરી શકે છે. જોકે, સરકાર દ્ધારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.
ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર આ યોજના ચલાવી રહી છે. જે હેઠળ દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 19 હપ્તા જારી કરવામાં આવ્યા છે. હવે ખેડૂતો 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક નિયમો અને શરતો પણ લાગુ કરવામાં આવી છે. જો ખેડૂતો દ્વારા તે શરતો પૂરી કરવામાં નહીં આવે, તો તેમને પણ લાભ મળશે નહીં. આવી સ્થિતિમાં, ખેડૂતોનો આગામી હપ્તો કયા કારણોસર અટકી શકે છે તે વિશે જાણીએ.
20મો હપ્તો ક્યારે આવશે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર ચાર મહિને 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. યોજનાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરીએ જારી કરવામાં આવ્યો હતો અને તે પહેલાં 18મો હપ્તો ગયા વર્ષે ઓક્ટોબરમાં જારી કરવામાં આવ્યો હતો. આ રીતે, આ યોજનાનો 20મો હપ્તો આ મહિનાના અંતમાં એટલે કે જૂનમાં આવવાની શક્યતા છે. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો આ બાબતો પૂર્ણ ન થાય તો હપ્તા અટકી જશે
e-KYC પૂર્ણ થવાની સાથે બેંક ખાતાને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. જો તમે તમારા બેંક ખાતાને આધાર સાથે લિંક ન કરાવ્યું હોય, તો 20મો હપ્તો અટકી શકે છે.
જો તમારા જમીન રેકોર્ડ દસ્તાવેજોમાં કોઈ ભૂલ હોય અને તમે ચકાસણી પ્રક્રિયા પૂર્ણ ન કરી હોય, તો હપ્તા પણ અટકી શકે છે.
જો તમે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરેલી અરજીમાં કોઈ ભૂલ કરી હોય. જેમ કે- જો તમે નામ, જન્મ તારીખ અથવા લિંગ વિશે ખોટી માહિતી આપી હોય, તો તમને હપ્તાના પૈસા પણ નહીં મળે.
કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે લાભાર્થીઓની યાદીની સમીક્ષા કરવામાં આવે છે. જો કોઈ કારણોસર તમારું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે, તો પણ પૈસા તમારા ખાતામાં આવશે નહીં.





















