(Source: ECI/ABP News/ABP Majha)
Gandhinagar: સ્માર્ટફોન સહાય યોજના સામે ઉઠ્યા સવાલો, મોબાઈલની ખરીદી બાદ અનેક ખેડૂતોને ન મળી સબસીડી
ગાંધીનગર: ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા નવા ઠરાવના આધારે સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખેડૂતો ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાય અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવી સફળતા મેળવે તે માટે એક પહેલા કરી છે.
ગાંધીનગર: ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા નવા ઠરાવના આધારે સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખેડૂતો ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાય અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવી સફળતા મેળવે તે માટે એક પહેલા કરી છે. જે અંતર્ગત સરકાર દ્વારા ખેડૂતને મોબાઇલ ખરીદી પર 40% સુધી સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ અનેક ખેડૂતોએ મોબાઈલ લીધા પરંતુ સબસીડીના ફાળવાઈ.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આત્મનિર્ભર અને ઇન્ટરનેટથી કનેક્ટ કરી કૃષિ ક્ષેત્રે ખેડૂત પ્રગતિ કરી શકે તે હેતુથી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા નવા ઠરાવના આધારે સ્માર્ટફોન સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. રાજ્યમાં 7/ 2/ 2022 ના નવા ઠરાવ આધારે સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખેડૂતને કુલ રૂપિયા 6,000 ની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂતો પોતે કૃષિ ક્ષેત્રે પ્રગતિ કરે ખેડૂતો ખાતર, બિયારણ અને ખેતીલક્ષી માર્ગદર્શન મેળવે તે હેતુ સરકારની આ યોજનામાં અનેક ખેડૂતોએ સ્માર્ટફોન સહાય યોજના હેઠળ સ્માર્ટફોન ખરીદ્યા છે પરંતુ કેટલાક ખેડૂતોને 40% લેખે સબસીડી નથી મળી. ખેડૂતોની માંગ છે કે ત્વરિત સરકારે કરેલી જાહેરાતની અમલવારી થાય અને ખાતામાં પૈસા જમા થાય તેવી માંગ કરવામાં આવી.
વાત કરવામાં આવે તો માત્ર ધાનેરા તાલુકામાં જ 72 થી વધુ ખેડૂતોને સબસીડી ના મળી હોય તેવું જાણવા મળ્યું છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં અનેક ખેડૂતો હજુ પણ સ્માર્ટફોન સહાય ખરીદીની સબસીડી નથી મળી. જિલ્લા ખેતીવાડી અધિકારીનું માનીએ તો તેમને તમામ બાબતને લઈને બીજ નિગમને સબસીડીની વિગત મોકલ્યા હોવાનો દાવો કર્યો છે. બનાસકાંઠામાં 11,745ના લક્ષ્યાંક સામે 3,405 અરજીઓ પાત્રતા ધરાવતી હતી અને આ પાત્રતા ધરાવતી અરજીઓ પૈકી 2,513 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. 1050 ખેડૂતોએ સહાયની દરખાસ્ત મોકલાઈ હતી જેમાંથી 1038 ખેડૂતોની 57.79 લાખની સહાયની રકમ નોડેલ એજન્સી બીજ નિગમને મોકલવામાં આવી છે.
ખેતરમાં ઉભા પાકને થતા નુકશાનથી બચાવવા ખેડૂતો કરો આટલું
Frost Effect On Crop: દેશના ઘણા ભાગોમાં આકરી ઠંડી પડી રહી છે. ઘણા રાજ્યોમાં તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી નીચે પહોંચી ગયું છે. આકરી ઠંડીના કારણે લોકોને ધ્રૂજારી છુટી રહી છે. પરંતુ માત્ર માણસો જ નહીં હાડ ગાળી નાખતી ઠંડીની અસર પાક પર પણ જોવા મળી રહી છે. જાણકારોનું કહેવું છે કે છેલ્લા 15 દિવસથી દેશમાં ભારે ઠંડી પડી રહી છે. હાલ જાન્યુઆરીનો મધ્ય ભાગ છે. હજી વધારે ઠંડી પડશે. બટાકા, સરસવ, ચણા સહિતના અન્ય પાકને નુકસાન કરે છે. ખેડૂતોએ સજાગ રહેવાની અને પાકની કાળજી લેવાની જરૂર છે. આ અંગે નિવારણ માટે ઉપયોગી ટીપ્સ નીચે આપેલ છે.
સિંચાઈ દ્વારા હિમ સામે રક્ષણ
પાણીની વધુ માત્રા ઠંડીને કાબૂમાં રાખવાનું કામ કરે છે. ઉદાહરણ તરીકે, સમુદ્ર અથવા મોટી નદીના કિનારે તાપમાન વધારે ઠંડુ હોતું નથી. તેવી જ રીતે જો હિમ વધુ પડતું હોય તો સમયાંતરે પિયત આપવું જોઈએ. જેના કારણે પાકની આસપાસના તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાય છે. તાપમાનમાં ઘટાડો થવાથી પાકને નુકસાન થતું નથી.
છોડને ઢાંકી દો
નર્સરીમાં હિમથી પાકને ઘણું નુકસાન થાય છે. અતિશય ઠંડીના કિસ્સામાં નર્સરીમાંના છોડને પ્લાસ્ટિકની શીટથી ઢાંકી દેવા જોઈએ. આમ કરવાથી ચાદર કે આવરણની અંદરનું તાપમાન 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ ઘટે છે. જો પ્લાસ્ટિકને ઢાંકવાની કિંમત તમને મોંઘી લાગતી હોય તો છોડને ઢાંકવા માટે સ્ટ્રોનો ઉપયોગ કરી શકાય છે. છોડને ઢાંકતી વખતે દક્ષિણ-પૂર્વ બાજુ ખુલ્લી હોવી જોઈએ. આમ કરવામાં આવે છે જેથી છોડને યોગ્ય સૂર્યપ્રકાશ અને હવા મળે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સ્ટ્રો અથવા પ્લાસ્ટિક શીટનો ઉપયોગ કરો. તેને માર્ચ મહિનામાં દૂર કરી શકાય.
વૃક્ષોની વાડ પણ રક્ષણ આપે છે
પાકને હિમથી બચાવવા માટે વૃક્ષો અને ઝાડીઓની વાડ પણ ઉપયોગી બને છે. એક ઉપાય એ છે કે ખેતરની આજુબાજુ ઝાડ-ઝાંખરાની વાડ હોય તો હિમથી એટલું નુકસાન થતું નથી, કારણ કે ચાલતી શીત લહેર સીધો પાક સાથે સંપર્કમાં આવતી નથી. જો ખેતરની આસપાસ વાડ કરવી શક્ય ન હોય તો ઉત્તર-પશ્ચિમ દિશામાં વૃક્ષોને વાડ કરવી જોઈએ. વૃક્ષોની ઊંચાઈ જેટલી વધારે છે, તેટલો પાક હિમથી સુરક્ષિત રહે છે.
સલ્ફર પણ ફાયદાકારક
હાલમાં હિમવર્ષા થઈ રહી છે. બટાટા, ચણા, સરસવને નુકસાન થવાની સંભાવના છે. નિષ્ણાંતોનું કહેવું છે કે પાક પર હિમની અસરને ધ્યાનમાં લઈને 0.1 ટકા કોમર્શિયલ સલ્ફ્યુરિક એસિડનો છંટકાવ કરવો. સલ્ફરનો ઉપયોગ કરવાથી આસપાસના વાતાવરણનું તાપમાન વધે છે. તાપમાન વધવાને કારણે પાક જામી જવાની પરિસ્થિતિ આવતી નથી અને પાક સુરક્ષિત રહે છે.