શોધખોળ કરો

Onion Price: ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, જાણો કેટલો મળી રહ્યો છે ભાવ

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની 40 થી 50 હજાર ગુણીની આવક થઈ રહી છે. ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને ફરી એક વખત નુકસાની વેઠવાનો વારો આવ્યો છે

Onion Price Falls: ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. જેના કારણે લાલ ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. હાલ ધરતી પુત્રને એક કિલોના 5 થી 6 રૂપિયા લેખે એક મણના માત્ર 100 થી 110  રૂપિયા મળી રહ્યા છે. મહા મહેનતે વાવેલ ડુંગળીના ભાવ નહીં મળતા ભાવનગર જિલ્લાના ખેડૂતો નિરાશ થયા છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની 40 થી 50 હજાર ગુણીની આવક થઈ રહી છે. ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને ફરી એક વખત નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ઈતિહાસમાં જીરાનો બોલાયો રેકોર્ડ ભાવ, આંકડો જાણીને ચોંકી જશો

રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો. યાર્ડના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આટલો ઉંચો ભાવ બોલાયો હતો. હરાજીમાં શ્રી ફળ વધેરીને મૂહુર્તના નવા જીરૂની  હરાજી કરવામાં આવી હતી. મુહુર્તનો 20 કિલો જીરૂનો ભાવ 36001 મોટા દડવાના અને સાણથલીના ખેડૂતને મળ્યા હતા. યાર્ડમાં ના વેપારી મેહુલભાઈ ખાખરીયાએ આ નવા જીરૂ ની ખરીદી કરી હતી.  

જમીન અને આબોહવા

જીરૂના પાકને ખાસ કરીને સારા નિતારવાળી રેતાળ, ગોરાડુ તેમજ સારી નિતાર શક્તિવાળી મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ક્ષારીય જમીનમાં પણ જીરાની ખેતી કરી શકાય છે. જીરૂના પાકને ચોખું, ઝાકળમુક્ત, સુકું અને ઠંડુ હવામાન માફક આવે છે. વૃધ્ધી તબકકાથી દાણો બેસવાની અવસ્થા દરમ્યાન વાદળ વિનાનું ઠંડુ અને સુકુ હવામાન ખૂબ જ અનુકૂળ છે. જીરૂના પાકને ઉડી ખેડની જરૂર નથી, પરતું વર્ષમાં એક્વાર ઉડી ખેડ કરવી હિતાવહ છે. કરબની આડી અને ઉભી બે થી ત્રણ ખેડ કરી સમાર મારી ખેતર સમતળ કરવું. સાંકડા અને નાના ક્યારા બનાવવા. જીરૂના ખેતરમાં ભારે મોટું ઝાડ, ભારે ઘાટી ઉંચી થોરની જીવંત વાડ હોવી જોઈએ નહી. જો ખેતરમાં કે શેઢા ઉપર ભારે મોટું ઝાડ હોય તો છટણી કરવી હિતાવહ છે. જીરૂના ખેતરની બાજુમાંથી સતત વહેતો પાણીનો ઢાળીયો કે બાજુમાં રાયડો, રજકો કે ઘઉંનું વાવેતરપણ હિતાવહ નથી.

બીજની પસંદગી

જનીનિક તેમજ ભૌતિક શુધ્ધતાવાળું, સારી સ્કૂરણશક્તિ ધરાવતું અને શુધ્ધ અને પ્રમાણિત બિયારણએ વધુ અને નફાકારક ઉત્પાદનની ચાવી છે. તેથી પ્રમાણિત બિયારણ જ ખરીદ કરવાનો આગ્રહ રાખવો. ખેડૂતોની સુધારેલા બિયારણોની માંગ પણ વધવા પામેલ છે ત્યારે, છેલ્લામાં છેલ્લી ભલામણ કરેલ જીરૂ પાકની જાતોની ખાસિયતોની જાણકારી બિયારણ પસંદગી માટે ખૂબ જ જરૂરી છે.

જીરૂ એ બીજ મસાલા પાકોમાં ખૂબ જ અગત્યનો અને વિદેશી હૂંડિયામણ કમાવી આપનાર મહત્વનો રોકડીયો પાક છે. જીરૂએ સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં રવિ (શિયાળુ) રૂતુમાં થતો મોખરાનો પાક છે. જીરૂનો પાક અન્ય રવિ પાકોની સરખામણીમાં ટૂંકા ગાળામાં, ઓછી મહેનતે અને ઓછા ખર્ચે તગડું વળતર આપે છે.

આ પણ વાંચોઃ

Gujarat Budget 2023: ગુજરાત બજેટની તૈયારી થઈ શરૂ, ખેડૂતલક્ષી યોજનાઓ પર મૂકવામાં આવી શકે છે ભાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget