PM Kisan 20th Installment: જૂનમાં આ દિવસે આવી શકે છે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો, આ ખેડૂતોને નહી મળે રૂપિયા
PM Kisan 20th Installment: આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે
PM Kisan 20th Installment: ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) ના 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે ત્રણ હપ્તામાં ઉપલબ્ધ છે. છેલ્લા એટલે કે 19મા હપ્તાને ત્રણ મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને હવે ખેડૂતોની નજર આગામી હપ્તા પર ટકેલી છે. મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો સરકાર જૂન મહિનામાં જ 20મો હપ્તો જાહેર કરી શકે છે. જોકે, સરકાર દ્ધારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.
અપેક્ષા રાખવામાં આવે છે કે આ હપ્તો જૂનના બીજા કે ત્રીજા અઠવાડિયા સુધીમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે.
20મા હપ્તાના પૈસા કોને નહીં મળે?
જોકે, આ વખતે બધા ખેડૂતોને આ હપ્તાનો લાભ મળશે નહીં. સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે જે ખેડૂતોએ હજુ સુધી e-KYC કરાવ્યું નથી અથવા જમીનના રેકોર્ડની ચકાસણી કરી નથી, તેમના ખાતામાં પૈસા આવશે નહીં. આ ઉપરાંત, જે ખેડૂતોના બેન્ક ખાતા આધાર કાર્ડ સાથે લિંક નથી, તેમને પણ ચુકવણીમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
આટલું જ નહીં, જે ખેડૂતોએ અરજી કરતી વખતે ખોટી માહિતી આપી હતી, જેમ કે ખોટો એકાઉન્ટ નંબર, ખોટું નામ અથવા કોઈપણ નકલી દસ્તાવેજો, તેમને પણ આ વખતે 20મા હપ્તાના પૈસા મળશે નહીં.
PM કિસાન યોજનાનું e-KYC કેવી રીતે થશે?
સરકાર સતત ખેડૂતોને તેમના e-KYC અને જમીનના રેકોર્ડની ચકાસણી શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા અપીલ કરી રહી છે. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન પોર્ટલ અથવા નજીકના CSC સેન્ટરની મુલાકાત લઈને કરી શકાય છે.
તો જો તમે PM કિસાન યોજનાના લાભાર્થી છો, તો તરત જ તમારા દસ્તાવેજો તપાસો. આ પછી જે પણ પ્રક્રિયા બાકી છે તે પૂર્ણ કરો, જેથી આગામી હપ્તામાં કોઈ સમસ્યા ન થાય.
પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશ્ય
પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશ્ય દેશના નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જેથી તેઓ લોન લીધા વિના તેમની નાની ખેતીની જરૂરિયાતો પૂરી કરી શકે. પરંતુ જો જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ ન થાય તો ખેડૂતો આ મદદથી વંચિત રહી શકે છે.





















