PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો
PM Kisan Yojana: કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને હવે 18મો હપ્તાનો લાભ મળશે
PM Kisan Yojana: કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને હવે 18મો હપ્તાનો લાભ મળશે. અત્યાર સુધી કુલ યોજનાના 17 હપ્તાઓનો લાભ મળી ચૂક્યો છે અને હવે ખેડૂતો યોજનાના (PM Kisan Yojana 18th installment) આગામી હપ્તાની રાહ જોઇ રહ્યા છે. પીએમ કિસાન યોજનાની યાદીમાં નામ હોવા છતાં ઘણા ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકતા નથી કારણ કે તેઓ યોજના સંબંધિત જરૂરી શરતોને પૂર્ણ કરતા નથી. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર હપ્તાના પૈસા માત્ર એવા ખેડૂતોના ખાતામાં જમા કરે છે જેઓ યોજના સંબંધિત તમામ શરતો પૂરી કરે છે. જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો તો તેની મહત્વપૂર્ણ શરતો વિશે જાણો.
આ મહત્વપૂર્ણ શરત પૂરી કરવી જરૂરી
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભો મેળવવા માટે કેન્દ્ર સરકારે લાંબા સમયથી ઇ-કેવાયસીની પ્રક્રિયાને ફરજિયાત બનાવી છે. આ સાથે જમીનનું વેરિફિકેશન પૂર્ણ કરવું ફરજિયાત છે. જે લાભાર્થીઓ આ શરતો પૂરી નહીં કરે તેમને યોજનાના આગામી હપ્તાનો લાભ મળશે નહીં. આવી સ્થિતિમાં જો તમે હજી સુધી આ કાર્યો પૂર્ણ કર્યા નથી તો આજે જ કરી લો.
આ રીતે કરો ઈ-કેવાયસી ઓનલાઈન
પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને કેવાયસી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરવાની સુવિધા મળે છે.
ઓનલાઈન ઈ-કેવાયસીની પ્રક્રિયા જાણો
-આ માટે સૌથી પહેલા તમે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાવ.
- બાદમાં હોમ પેજ પર જાવ અને Farmer Corner સેક્શનમાં ઇ-કેવાયસીનો વિકલ્પ પસંદ કરો.
- e-KYC પેજ પર જાવ અને તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો.
-આ પછી સર્ચ ઓપ્શન પર ક્લિક કરો.
-આ પછી તમારે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવો પડશે.
-જેવો તમે ત્યાં નંબર એન્ટર કરશો તમારા મોબાઈલ પર OTP આવશે. પછી તેને એન્ટર કરો.
-OTP દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
-આ પછી તમારી ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થશે.
-આ મેસેજ તમને તમારા મોબાઈલ પર મળશે.
E-KYC ઑફલાઇન પણ કરી શકાય છે
ઓનલાઈન સાથે સરકાર ખેડૂતોને ઈ-કેવાયસી ઓફલાઈન કરાવવાની સુવિધા પણ પૂરી પાડી રહી છે. તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. આ માટે તમારે કેટલીક ફી જમા કરવી પડશે. ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરતી વખતે તમારું બેન્ક એકાઉન્ટ આધાર સાથે લિંક હોવું આવશ્યક છે. નહિંતર આ પ્રક્રિયા પૂર્ણ થશે નહીં.
તમને 18મા હપ્તાનો લાભ ક્યારે મળશે?
નોંધનીય છે કે પીએમ કિસાન યોજના કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક છે જે વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોના ખાતામાં કુલ 6000 રૂપિયા ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરે છે. નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળે છે. યોજના હેઠળ અત્યાર સુધીમાં 17 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે ખેડૂતો 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગામી હપ્તો ઓક્ટોબર 2024માં મળી શકે છે. આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
હવે આ રાજ્યની સરકારે વરસાદથી પ્રભાવિત થયેલા ખેડૂતો માટે 350 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે