શોધખોળ કરો

Weather Alert: મોચા વાવાઝોડાની ખેતી પર શું થશે અસર? ગુજરાતની શું સ્થિતિ?

આ ચક્રવાતની અસર દેશના વિવિધ રાજ્યોમાં જોવા મળી રહી છે. ચાલો એ જાણવાનો પ્રયત્ન કરીએ કે ચક્રવાત મોચાની વિવિધ રાજ્યોમાં શું અસર જોવા મળી શકે છે?

Cyclone Mocha Effects: ખેતીમાં જમીન અને હવામાનનો સૌથી મોટો ફાળો છે. જો જમીન ફળદ્રુપ ન હોય તો પાક ઉગાડી શકાતો નથી. બીજી તરફ પાકની સારી ઉપજ આવી છે કે તૈયારીઓ ચાલી રહી છે અને હવામાન ખરાબ થાય તો સારો પાક બરબાદ થઈ જાય છે. આ સ્થિતિમાં ખેડૂત કોઈપણ પાકના ઉત્પાદન અથવા લણણી સમયે હવામાનના વલણ પર ચાંપતી નજર રાખતો હોય છે. હાલમાં ખેડૂતો માટે વધુ એક ખતરો ઉભો થયો છે. ભારતમાં આવી રહેલા ચક્રવાત મોચાએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. 

આ ચક્રવાતની અસર દેશના વિવિધ રાજ્યોમાં જોવા મળી રહી છે. ચાલો એ જાણવાનો પ્રયત્ન કરીએ કે ચક્રવાત મોચાની વિવિધ રાજ્યોમાં શું અસર જોવા મળી શકે છે?

દિલ્હીમાં પણ હશે આવી જ સ્થિતિ 

ચક્રવાત મોચાની અસર દિલ્હીમાં જોવા મળી શકે છે. વાદળો આકાશમાં રહી શકે છે. હળવો વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દિલ્હીનું તાપમાન આગામી કેટલાક દિવસો સુધી 21 થી 35 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. જો કે દિલ્હીવાસીઓને વચ્ચે ગરમીની અસર પણ સહન કરવી પડી શકે છે.

આ રાજ્યોમાં આ સ્થિતિ રહેશે

પંજાબ અને હરિયાણાને લઈને પણ હવામાન વિભાગની આગાહી બહાર આવી છે. હવામાન વિભાગે વરસાદ સાથે કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે. ભારતના દક્ષિણી રાજ્યો કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં આકાશમાં વાદળો છવાયેલા રહેશે. આ દરમિયાન ઘણા ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.

ઉત્તર પ્રદેશમાં વધી શકે છે ગરમી 

ઉત્તર પ્રદેશમાં થોડા દિવસો સુધી આકાશમાં ફેરફાર રહી શકે છે, જ્યારે થોડા દિવસો પછી આકરી ગરમી પડી શકે છે. રાજ્યમાં તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસથી 39 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. હવામાન વિભાગે લોકોને ગરમીથી બચવા એલર્ટ કર્યા છે. જો કે ઉત્તર પ્રદેશના ખેડૂતોએ વરસાદના અભાવે ચિંતા કરવાની જરૂર નથી.

બંગાળની ખાડીમાં ચક્રવાતી પવનો

હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાંથી ચક્રવાતી પવનો વધવા લાગશે. આ પવન વાવાઝોડામાં ફેરવાઈ શકે છે, તેથી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આ વાવાઝોડું મધ્ય બંગાળની ખાડી તરફ આવવાની સંભાવના છે. તોફાનની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી માપવામાં આવી છે.

ગુજરાત પર કેવી રહેશે અસર? 

મોચા વાવાઝોડું બંગાળના અખાતમાં સર્જાશે. ધીમે ધીમે તે પશ્ચિમ ભારત તરફ આગળ વધશે. જોકે ગુજરાત આવતા સુધીમાં વાવાઝોડું નબળું પડી જશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેવી આ વાવાઝોડાની ગુજરાત પર કોઈ ખાસ વિપરીત અસર થાય તેવી શક્યતા ઓછી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget