(Source: ECI/ABP News/ABP Majha)
Mehsana Rain: ભારે વરસાદથી કડી જળબંબાકાર, સવા 5 ઇંચ વરસાદ પડતા ઘરોમાં પાણી ઘૂસ્યા, શેરી-મહોલ્લામાં પાણી-પાણી...
Gujarat Rain: ગુજરાતમાં અત્યારે ચોમાસાના પહેલા વરસાદે જ તબાહી મચાવી છે, ચોમાસુ બરાબર જામ્યુ છે. ગુજરાતમાં મેઘો મહેરબાન થયો છે
Gujarat Rain: ગુજરાતમાં અત્યારે ચોમાસાના પહેલા વરસાદે જ તબાહી મચાવી છે, ચોમાસુ બરાબર જામ્યુ છે. ગુજરાતમાં મેઘો મહેરબાન થયો છે. છેલ્લા પાંચ-છ દિવસથી સમગ્ર ગુજરાતમાં વરસાદી હેલી થઇ છે. ખાસ વાત છે કે, દક્ષિણ ગુજરાત બાદ હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં પણ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. ગઇકાલે મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, સવા પાંચ ઇંચ વરસાદથી આખુ કડી જળબંબાકાર થઇ ગયુ હતુ. નીચાણવાળા વિસ્તારોમા હજુ પણ પાણીનો ભરાવો દેખાઇ રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણ, સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગઇકાલે રાજ્યમાં કુલ 110 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો જેમાં સૌથી વધુ મહેસાણા જિલ્લાના કડીમાં નોંધાયો હતો, કડીમાં છેલ્લા 24 કલાકમાં સવા પાંચ ઇચ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ હતુ. તાજા અપડેટ પ્રમાણે, મહેસાણાના કડી શહેરમાં સવા પાંચ ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. કડીના અલગ-અલગ વિસ્તારોમાં પાણીનો જોરદાર ભરાવો થયો છે, નીચાણવાળા વિસ્તારોમાં કેટલાય ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, અને વરવખરીને નુકસાન પહોંચ્યુ છે. શહેરમાં મોટાભાગના રસ્તાઓ નદીઓઓ સમાન બની ગયો છે, પ્રજાજનો અને વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
અંબાલાલે શું કરે આગાહી?
આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટા પડવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ છે. તો 14 જુલાઈ સુધી મધ્ય અને દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વરસાદ વરસી શકે છે.તો દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો ઉત્તરાખંડના લાલકુવામાં વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. રેલવે ટ્રેક પર પાણી ભારતા ટ્રેક જળમગ્ન થઇ ગયા હતા. ઉતરાખંડના રસ્તા પણવરસાદી પાણીથી જળમગ્ન થયા છે.
સાયબર સિટી ગુરૂગ્રામમાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઇ છે. અહીં અડધા કલાક વરસેલા વરસાદે પ્રશાસનના દાવાની પોલ ખોલી છે .. સિવર લાઈનથી પાણી ઓવરફ્લો થઇ રહ્યો છે. .. રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યાં છે.
હિમાચલ પ્રદેશના મંડીમાં મૂશળધાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે. મંડી શહેરની વચ્ચેથી પસાર થતી વ્યાસ નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. કેદારનાથધામમાં પણ વરસાદ આફતરૂપ બન્યો છે. રૂમસીમાં વાદળ ફાટતા મોટુ નુકસાન થયું છે. સ્કૂલ જવાનો રસ્તો ધોવતા શાળા બંધ કરવાની ફરજ પડી છે.
લાહોલ સ્પિતિમાં ચંદ્રભાગા નદીનું વધ્યુ જળસ્તર વધતાં પાણી પુલ પરથી વહી રહ્યું છે, ગ્લેશિયર ઓગળવાથી જળસ્તર વધ્યુ છે.બિહારના છપરામાં જનતા બજારના ઢોઢનાથ મંદિર પાસેનો પુલ જમીનદોસ્ત થતા જનજીવન પ્રભાવિત થયું છે.. ઉલ્લેખનિય છે કે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 10 વર્ષ અગાઉ આ પુલનું નિર્માણ થયું હતું. પુલ નિર્માણના કાર્યમાં ભ્રષ્ટાચારની આશંકા સેવાઇ રહી છે.