શોધખોળ કરો
અમદાવાદઃ બારોબાર જૂની નોટો વટાવવામાં ખતરો, જાણો કઈ રીતે યુવકે બહેનના લગ્નના 10 લાખ ગુમાવ્યા?

1/8

2/8

વાત એવી છે કે, ગોતામાં રહેતા એક સરકારી કર્મચારીની દીકરીના થોડા સમય પછી લગ્ન છે. દીકરીના લગ્ન માટે તેમણે 10 લાખ રૂપિયા રાખી મૂક્યા હતા. તેમણે આ રૂપિયા વટાવવા માટે વચેટિયાઓનો સંપર્ક સાધ્યો હતો. આ પછી 12મી નવેમ્બરે તેમણે ઇન્કમટેક્સ સ્થિત રિવરફ્રન્ટ પર મુલાકાત કરી હતી. જ્યાં તેમની વચ્ચે 50 હજાર રૂપિયા વટાવ પેટે આપવાનું નક્કી કરાયું હતું. જેની સામે વચેટિયાઓ 9.5 લાખ રૂપિયા આપવાના હતા.
3/8

મસમોટી ટકાવારી વચ્ચે કાળા નાણાંને સફેદ કરી આપવાની સ્કીમો બહાર લાવતા લોકો થઇ ગયા છે. ત્યારે ઘણાખરા લોકો આવી સ્કીમમાં આવીને પોતાની મહેનતની કમાણી ખોવાનો વારો આવ્યો છે.
4/8

તારીખ 8મી નવેમ્બરની રાત્રીથી 500 અને 1000 ની ચલણી નોટો બંધ થઇ ગઈ. આ પછી ભારત દેશના મોટાભાગના નાણાકીય વ્યવહારો ઠપ થઇ ગયા. જ્યાં જોવો ત્યાં લેભાગુ એજન્ટો બજારમાં ફરવા લાગ્યા અને છુટા કરી આપવા માટે કમીશનની દુકાનો ચાલુ કરી દીધી છે.
5/8

10 લાખ રૂપિયા 3 સખ્સો લઇને ફરાર થઇ જતા પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદીને કહ્યું કે આટલા પૈસા આવ્યાં ક્યાંથી તેમ કરીને હદની માથાકુટ કરી. સાથે જ જ્યારે બનાવ બન્યો ત્યારે પોલીસે ફરિયાદીએ પોલીસ કંન્ટ્રોલમાં આઠેક વખત કોલ કર્યો. આ પછી પણ ગ્રામ્ય પોલીસ અને શહેર પોલીસે તેમને ધક્કા ખવડાવ્યા અને અંતે હદનો વિવાદ પૂર્ણ થયા બાદ સરખેજ પોલીસે ફરિયાદ નોંધી.
6/8

સરકારી કર્મચારીના દીકરાએ પરિચિત મિત્ર થકી ઓઢવમાં રહેતા મયૂર સોઢા, નિકુંજ પટેલ અને યુવરાજસિંહ નામની વ્યક્તિનો સંપર્ક કરીને આ રૂપિયા છૂટા કરાવવાનું નક્કી કર્યું હતું. જોકે, આ લોકો 10 લાખ રૂપિયાના 50 હજાર વટાવ કાપીને 9.50 લાખ રૂપિયા આપવાનું નક્કી કરી રૂપિયા 10 લાખ રૂપિયા લઇ ફરાર થઇ ગયા છે. આ અંગે સરખેજ પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ છેતરપિંડી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
7/8

આ પ્રમાણે 12-11-16ના રોજ રાત્રે આઠેક વાગે ફરિયાદી અને આરોપીઓની રિવરફ્રન્ટ ખાતે મુલાકાત થઇ. અને ત્યારબાદ બોપલ તરફ જવા રવાના થયા. દરમિયાન આરોપીઓએ ફરિયાદીને કહ્યું કે અમને પૈસા આપી દો અમે તમને વટાવ કાપીને આપી દઈએ. તેમને પૈસા મળી જતાં જ આરોપીઓએ પોત પ્રકાશ્યું હતું અને બંદૂક બતાવીને તેઓ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા.
8/8

અમદાવાદઃ ભારત સરકારે જૂની રૂપિયા 500 અને 1000ની ચલણી નોટો બંધ કરી દીધા પછી લોકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. લોકો પોતાના જૂના રૂપિયા સામે નવી નોટો લેવા માટે બેંકોમાં લાઇનો તો લગાવી જ રહ્યા છે. સાથે સાથે જેમની પાસે વધુ રૂપિયા છે અને જેમના ઘરે પ્રસંગ આવે છે, તેવા લોકો વચેટિયા મારફત નવી નોટોનો જુગાડ કરી રહ્યા છે. ત્યારે આવા લોકોને ચેતવણી આપતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તમે પણ જૂની નોટો આપીને વચેટિયા પાસેથી નવી નોટો મેળવવાનું વિચારી રહ્યા છો, તો આ ન્યૂઝ એકવાર જરૂરથી વાંચજો.
Published at : 15 Nov 2016 10:07 AM (IST)
Tags :
Ahmedabad Robberyવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દેશ
રાજકોટ
Advertisement
