આ સિવાય અમદાવાદના જગતપુર ગામમાં આવેલી ગણેશ જેનેસીસ બિલ્ડીંગ પરથી કૂદીને યુવકે આપઘાત કરી લીધો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
2/4
યુવતી ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. જ્યારે યુવકની લાશ નજીકમાં જ જમીન ઉપર મળી આવી હતી. બનાવ પાછળનું કારણ પ્રેમપ્રકરણ હોવાનું પ્રાથમિક તારણ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
3/4
આ યુગલના નામ સંજય પાસઅને વંદના પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. પોલિસનો કાફલો ઘટનાસ્થળે પહોચી ગયો હતો. બીજા બનાવમાં ગોધરા પાસેના કાટડી ગામની સીમમાંથી યુવક-યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
4/4
અમદાવાદઃ ગુજરાતમાં આજે બે અલગ અલગ જગ્યાએ પ્રેમીયુગલે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં ઘોડાસર વાંદરવટ તળાવ પાસે રાજીવનગરમા પ્રેમીયુગલે ગળે ફાંસો ખાતા બન્નેના મોત થયા હતા.