શોધખોળ કરો
AAPનો આક્ષેપઃ 16મીએ કેજરીવાલની સુરત રેલીથી ડરેલી ભાજપ સરકારે ઇન્ટરનેટ સેવા બંધ કરી
1/4

આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે, અરવિંદ કેજરીવાલની સુરતની રેલીથી ડરી ગયેલી ભાજપ સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાનું બહાનું કાઢીને ગુજરાતમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાના નિર્ણય લીધો છે. આપની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, 16 તારીખે કેજરીવાલ સુરત ખાતે 2017 વિધાનસભા ચૂંટણીઓને અનુલક્ષીને સૌ પ્રથમ જાહેરસભા કરવા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાતભરમાં લોકોમાં તેમને જોવા અને સાંભળવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે ગુજરાતની બહાર દેશભરમાં પણ લોકો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજ્યમાં અરવિંદ કેજરીવાલની સૌપ્રથમ જંગી જાહેરસભા જોવા ઉત્સુક છે. ત્યારે મીડિયાના મિત્રો આ સભાનું સીધું પ્રસારણ ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા ના કરી શકે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ પર ઓનલાઇન આ સભાનું સીધું પ્રસારણ ના કરી શકે તે માટે જ જાણે આ નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે .
2/4

અમદાવાદઃ દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક આવતી કાલથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે છે. તેમની ગુજરાત મુલાકાતને લઈને રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. ત્યારે આજે અમદાવાદમાં પણ કેજરીવાલ વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. બીજી તરફ ગુજરાત સરકારે 16મી ઓક્ટોબરે સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર લીક ન થાય, તે માટે ગુજરાતમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ મુદ્દે ગુજરાત આમ આદમી પાર્ટીએ ભાજપ સરકારને આડેહાથ લીધી છે.
Published at : 13 Oct 2016 05:41 PM (IST)
View More



















