શોધખોળ કરો
લાંબા વિરામ બાદ અમદાવાદમાં વરસાદી ઝાપટાં, જાણો ક્યા-ક્યા વિસ્તારમાં પડ્યો વરસાદ

1/4

બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય બનતા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે દેશના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાત સહિત પશ્ચિમનાં અન્ય રાજ્યોમાં 8 ઓગસ્ટ પછી ફરીથી ચોમાસું સક્રિય થવાની પ્રબળ શક્યતા છે.
2/4

અમદાવાદના મણીનગર, દાણીલીમડા, કાંકરીયા, એસ.જી.હાઈવે, સોલા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતાં. વરસાદના આગમન સાથે જ શહેરીજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
3/4

અમદાવાદ: લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા આજે અમદાવાદમાં પધરામણી કરી હતી. અમદાવાદના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. એસ.જી હાઇવે, વેજલપુર, કાંકરિયા, દાણીલીમડા સહિતના વિસ્તારામાં વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઠંડક પ્રસરી ગઈ હતી.
4/4

હવામાન વિભાગે 8 તારીખથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે તેવી આગાહી કરી હતી. આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતાં. જેના કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
Published at : 08 Aug 2018 03:37 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
