શહેરની જાણીતી હોસ્પિટલના એક ડિપોર્ટમેંટમાં ત્રણ યુવતીઓ બિયરની પાર્ટી માણતા ફોટો વાયરલ થયો છે. જેના કારણે ફરી સિવિલ હોસ્પિટલ ચર્ચામાં આવી છે. વાયરલ થયેલા ફોટોમાં શહેરની ત્રણ યુવતી બિયરના ગ્લાસ અને ટીન સાથે આરામથી મોજ માણતી જોવા મળી રહી છે.
2/7
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દારૂની મહેફિલ માણતી ત્રણ યુવતીઓના ફોટો વાયરલ થયા છે તો આ ફોટો પાછળનું રહસ્ય કંઈક અલગ જ છે.
3/7
આ ફોટો આપનાર અને પોલીસ ને અરજી સ્વરૂપે ફરિયાદ આપનાર મહિલા પૂષ્પાબહેન ચૌહાણ છે. પુષ્પાબહેન ચૌહાણના જણાવ્યા અનુસાર આ તમામ ફોટો પોતાનો મૃતક ભત્રીજો જયેન્દ્ર ચૌહાણના ફોનમાંથી મળી આવ્યા છે જીતેન્દ્ર ચૌહાણનું મોત ગત 27 મી ઑક્ટોબરના રોજ રાજસ્થાનના પાલી નજીક થયું હતું અને આ ફોટો 7 ઑક્ટોબરના રોજ પાડવામાં આવ્યા હતા.
4/7
આવો જવાબ સાંભળી પુષ્પાબહેન ને આઘાત લાગ્યો અને જયેન્દ્રનો મોબાઈલ ફોન જોતા આવા ફોટો મળી આવ્યા હતા.
5/7
અને આ ફોટો મળી આવ્યા બાદ પુષ્પા બહેને મહિલા એસીપી મંજીતા વણઝારાને એક અરજી સ્વરૂપે ફરિયાદ કરી કે તેના ભત્રીજાનું રોડ અકસ્માતે મોત નહીં, પરંતુ હત્યા થઇ હોય શકે છે અને જે દિશામાં તાપસ કરવા વિનંતી કરી છે.
6/7
7/7
તો આ ત્રણ યુવતીઓ અમદાવાદની જ છે અને જે પૈકી એક યુવતી મૃતક જયેન્દ્ર ચૌહાણની પત્ની છે જે બંનેના પ્રેમ લગ્ન થતા હતા. તો પુષ્પાબહેન નો આક્ષેપ છે કે પોતાના ભત્રીજાના મોત બાદ જયેન્દ્રની પત્ની સાથે પુષ્પાબહેન વાત કરી રહયા હતા ત્યારે પુષ્પા બહેને જયેન્દ્રના મોત પર શંકા કરી કે જયેન્દ્રનો અકસ્માત નહીં પણ હત્યા કરવામાં આવી હોય શકે, ત્યારે જયેન્દ્રની પત્નીએ વળતો જવાબ આપ્યો કે હવે મને કોઈ ફર્ક પડતો નથી.