અમદાવાદઃ શહેરના સરદારનગરમાં રહેતી અને નવમાં ધોરણમાં ભણતી 14 વર્ષીય સગીરાને અચાનક અશ્લીલ માંગણી કરતાં ફોન આવવાં લાગતા તે હેબતાઇ ગઈ હતી. તપાસ કરતાં સગીરા અને તેના પરિવારજનો ચોંકી ગયા હતા. કારણ કે, તેના ઇન્સ્ટાગ્રામ પેજને કોઇએ હેક કરીને પ્રોસ્ટિટ્યૂટ બતાવી દીધી હતી.
2/4
ગત 15મી જૂને સગીરાના પિતાને તેમના ફોઇના દીકરાનો ફોન આવ્યો હતો અને તમારી દીકરીના ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટમાં કોઇએ ખરાબ લખાણ લખ્યુ હોવાનું જણાવ્યું હતું. સગીરાએ મોબાઇલથી એકાઉન્ટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે લોગ-ઇન થઈ શકી નહોતી. આથી બીજા પાસે ચેક કરતાં ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટમાં કોઇનો નગ્ન ફોટો સાથે પોસ્ટીટ્યૂટ બતાવીને તેના ભાવ, ખરાબ લખાણ અને મોબાઇલ નંબર મુક્યો હતો.
3/4
જેને કારણે સગીરાને અશ્લીલ માંગણી કરતાં હજારો ફોન આવવા લાગ્યા હતા. આને કારણે સગીરા અને તેનો પરિવાર પરિશાને થઈ ગયા હતા. તેમણે આ અંગે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે આઇ.ટી. એક્ટની કલમો લગાવી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
4/4
આ અંગેની વિગતો એવી છે કે, સરદારનગરમાં ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીની 14 વર્ષીય દીકરી નવમાં ધોરણમાં ભણે છે. સગીરાએ પોતાનું ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટ કોઈએ હેક કરી અન્ય યુવતીનો નગ્ન ફોટો મૂકી સગીરાને પ્રોસ્ટિટ્યૂટ બતાવી હતી અને તેનો નંબર પણ મૂકી દીધો હતો.