એપરલ ડેપોમાં 10થી વધુ ટ્રેક તૈયાર કરી દેવામાં આવ્યા છે, જ્યાં 16 ટ્રેન રાખવામાં આવશે. પ્રથમ તબક્કામાં વસ્ત્રાલથી એપરલ પાર્ક છ સ્ટેશનોને આવરી લેવામાં આવશે. જેમાં વસ્ત્રાલ ગામ, નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઈવાડી અને એપરલ પાર્ક.
3/5
હાલમાં જે કામગીરી ચાલી રહી છે તે શિડ્યૂલ પ્રમાણે થાય તો જાન્યુઆરી મહિનામાં મેટ્રોની ટ્રાયલ રન કરી શકાશે. મેટ્રો ટ્રેનના ત્રણ કોચ અમદાવાદ આવી જશે ત્યાર બાદ તેને અલગ અલગ પરીક્ષણ માટે બેથી ત્રણ મહિના સુધી રાખવામાં આવશે. જુદી-જુદી એજન્સીઓ મેટ્રો ટ્રાયલ રનનું સંચાલન કરવાની છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
4/5
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાનના હસ્તે ટ્રાયલ રનનો પ્રારંભ બાદ માર્ચ 2019 સુધીમાં મેટ્રો ટ્રેન મુસાફરોની સેવા માટે ખુલ્લી મુકવામાં આવશે. ત્રણ ટ્રેનના કોચ દક્ષિણ કોરિયાથી રવાના થઈ ગયા છે જે 29મી ડિસેમ્બર 2019 સુધીમાં મુંદ્રા પોર્ટ પર પહોંચી જશે.
5/5
અમદાવાદ: ગુજરાતમાં જેની વર્ષોથી રાહ જોવાઈ રહી છે તે મેટ્રો ટ્રેન પ્રથમ તબક્કામાં માર્ચ 2019 સુધીમાં અમદાવાદમાં દોડતી થઈ જશે. મુસાફરો મેટ્રો ટ્રેનની મુસાફરીનો આનંદ માણે તે પહેલાં મોટે ભાગે 17મી જાન્યુઆરી 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના ટ્રાયલ રનનો પ્રારંભ કરવામાં આવશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.