શોધખોળ કરો
અમદાવાદમાં આજે પણ છવાયો વરસાદી માહોલ, રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં પડી શકે છે હળવો વરસાદ, જાણો વિગત
1/4

શનિવારે સાંજે તોફાની વરસાદની સાથે મોટેરા,હાથીજણ, પ્રહલાદનગર સહિત કેટલાંક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી. વાળીનાથ ચોકથી જયમંગલ સુધી સ્ટ્રીટ લાઈટ બંધ થઈ ગઈ હતી. એલ.જી. હોસ્પિટલના ગેટ પાસે ઝાડ તૂટી પડતાં નર્સિંગ બસ સહિત વાહનો દબાયા હતા. અમરાઈવાડીમાં 77 નંબરની બસ પર ઝાડ પડ્યું હતું.
2/4

મધ્યપ્રદેશનાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં ડિપ્રેશનની અસરોથી શનિવારે રાજ્યનાં વાતાવરણમાં પલટો આવ્યાં બાદ મોડી સાંજે અમદાવાદ સહિત રાજયનાં વિવિધ વિસ્તારોમાં તોફાની પવન સાથે હળવોથી ભારે વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં સાંજે 6થી 7 કલાકનાં ગાળામાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. તોફાની પવનને કારણે શહેરનાં કેટલાંક વિસ્તારમાં 50થી વધુ ઝાડ પડ્યા હતા. સારંગપુર દોલતખાનામાં આવેલી એકતોડા મસ્જિદ પર વીજળી પડતાં ચાર ગાયનાં મોત થયા હતા.
Published at : 23 Sep 2018 02:51 PM (IST)
View More





















