આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દરરોજ 45 લાખ લીટર દૂધનો ઉપયોગ થાય છે. આ માટે પ્લાસ્ટિકના પાઉચનો ઉપયોગ કરવામાં આવે છે. પીવાના પાણી માટે પણ પ્લાસ્ટિકના પાઉચનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ત્યાં કોઈ પણ સામાજિક પ્રસંગની શરૂઆત સ્વચ્છતા સાથે થાય છે પરંતુ તેનો અંત ખૂબ જ અસ્વચ્છ હોય છે. અમદાવાદના પીરાણા ખાતે કચરાનો ઢગ પર્વત જેવડો થઈ ગયો છે.
2/6
હાલમાં જે બોટલોના 15 કે 25 પૈસા મળે છે તેનો એક રૂપિયો મળશે. આ કારણે ગરીબોને વધારે પૈસા મળશે. રાજ્યમાં 50 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકનું કોઈ પણ સ્વરૂપે ઉત્પાદનન થાય તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત અમદાવાદમાં એર પોલ્યુશન ઘટે તે માટે સરકારે એક કમિટિની રચના કરી છે.
3/6
રૂપાણીએ જણાવ્યું હતું કે, "અમે પ્લાસ્ટિકના વિરોધ નથી, પરંતુ નબળા પ્લાસ્ટિકને કારણે અનેક સમસ્યાઓ થઈ રહી છે. પીવાના પાણીની બોટલ તેમજ પેક્ડ બોટલોનો પુનઃ ઉપયોગ થાય તે માટે ગુજરાતભરમાં મશીનો મૂકવામાં આવશે.
4/6
વિશ્વ પર્યાવરણ દિવસ પર રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય તે માટે સરકાર પ્રયાસરત છે. આ માટે સરકારે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. તો રાજકોટમાં વિશ્વ આરોગ્ય દિવસની પૂર્વ સંધ્યાએ પાણીના પાઉચ પર બેન મૂકી દેવામાં આવ્યો છે.
5/6
આ મામલે અમદાવાદના મેયરે જાહેરાત કરી હતી. આ પહેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશેને 4 જૂનના રોજ પાણીના પાઉચ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.
6/6
નવી દિલ્હીઃ રાજોકટ બાદ ગુજરાતમાં વધુ એક મહાનગરમાં પ્લાસ્ટિકની વસ્તુઓ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીના પાઉચ, ચાના પ્લાસ્ટિકના કપ અને પાન મસાલા માટે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક રેપર પર પ્રતિબંધ મૂકી દીધો છે.