અમદાવાદઃ પરિણીતાને પરિવારજનોની હાજરીમાં નગ્ન કરીને ફેરવી હોવાની ફરિયાદ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. ભૂવાએ જૂનો વળગાળ હોવાનું જણાવી પરિણીતાના કપડા ઉતારી ચલાવી હતી. આ સમયે પરિણીતાના પતિ, ભૂવા સહિતના સાસરીવાળા હાજર હતા.
2/5
આ અંગેની વિગતો એવી છે કે, પ્રિયાબેન(નામ બદલ્યું છે) પત અને બે દીકરા સાથે રહે છે. પ્રિયાબેન છેલ્લા છ મહિનાથી કોઈ બીમારીથી પીડિતા હતા. દવાથી કોઈ ફરક ન પડતાં પ્રિયાના દિયર અને દેરાણી પ્રિયાના પતિને લઈને ચંદનનગરમાં ભૂવાજી પાસે લઈ ગયા હતા.
3/5
અહીં ભૂવાએ પ્રિયાબેનને 15 વર્ષ જૂનુ વળગણ હોવાનું કહી વળગાણ કાઢવા કલમ નાંખવી પડશે, તેમ કહ્યું હતું. આમ, કહી બેનના કપડા બદલાવો તેમ કહી નવા કપડા આપ્યા હતા. આ પછી પ્રિયાબેનને ભૂવાએ કપડા કાઢી 15 ડગલા ચાલવાનું કહ્યું હતું. આ સમયે રૂમમાં ભૂવાજી, દિયર-દેરાણી અને સાસુ હાજર હતા. જ્યારે પતિ અને સસરાને બહાર ઊભા રાખ્યા હતા.
4/5
આ ફરિયાદને આધારે પોલીસે પતિ, દિયર અને સાસુ-સસરાની અટક કરી હતી. જ્યારે ભૂવા અને દેરાણીની શોધખોળ ચાલી રહી છે. પ્રિયાના કપડા બદલવાનું કહીને ભુવાએ તેના તરફથી ચણીયો, બ્લાઉઝ અને ઓઢણી આપ્યા હતા. તેમજ જ્યારે ભુવાએ કપડા ઉતારી બહેન પોતાની તરફ 15 ડગલા ચાલવા કહ્યું ત્યારે ગભરાયેલી પરિણીતા ડગલા ભરતા દેરાણીના હાથમાંથી ચણીયો લઇને પહેરી લીધો હતો.
5/5
પરિવારની હાજરીમાં ભૂવાએ પ્રિયા પર પાણી છાંટી લીંબુ દોરો આપી સારૂ થઈ જશે, તેમ કહ્યું હતું. જોકે, ઘરે પરત ફર્યા પછી પ્રિયા માતા-પિતાના ઘરે ગઈ હતી અને અહીંથી તેણે પતિ સહિતના લોકો સામે મેઘાણીનગરમાં પોલીસ ફરિયાદ કરી છે.