પૈસા લેવા અમરેલીના 6 પોલીસ અધિકારીઓ મુંબઈ ગયા હતા અને ત્યાંથી ઈનોવામાં ભરૂચ પહોંચ્યા હતાં. અમરેલી પોલીસની ગાડી ભરૂચ તેમને લેવા માટે આવી હતી. શૈલેષ ભટ્ટ સાથે સમાધાનની વાત થઈ ત્યારે મીટિંગમાં અનંત પટેલ અને જગદીશ પટેલ બંને હાજર હતા.
2/9
શૈલેષ ભટ્ટને ઉઠાવી લેવાની સૂચના પણ જગદીશ પટેલે અનંત પટેલને આપી હતી. જેથી અનંત પટેલ ગાંધીનગર આવ્યા હતા. બીટકોઈન અને ત્યારબાદ થયેલી પૈસાની લેતી-દેતી અંગે જગદીશ પટેલે કેતન પટેલ અને અનંત પટેલ સાથે ફોન ઉપર વાત કરી હતી.
3/9
બીટકોઈન કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમે અમરેલી જિલ્લા એસપી જગદીશ પટેલને નિવેદન આપવા હાજર રહેવા સમન્સ આપ્યું હતું. પરંતુ તેઓ હાજર થયા ન હતા. જેથી રવિવારે રાતે જ સીઆઈડી ક્રાઈમની ટીમ અમરેલી પહોંચી હતી અને જગદીશ પટેલની અટકાયત કરી હતી.
4/9
અમદાવાદ: બીટકોઈન કૌભાંડમાં આખરે અમરેલી જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલની સીઆઈડી ક્રાઈમે આખરે ધરપકડ કરી લીધી છે. જોકે અગાઉ ધરપકડ કરાયેલા અમરેલી એલસીબીના પી.આઈ અનંત પટેલે સીઆઈડીને કબૂલાત આપી હતી કે, એસ.પી જગદીશ પટેલે 10 તારીખે મને ફોન કર્યો હતો અને કેતન પટેલનો સંપર્ક કરી મેટર પતાવવાની સૂચના આપી હતી. તેમની સાથે ત્રણ માણસો જે માથાભારે હશે એટલે વધુ માણસો લઈને જવા કહેતા ત્રણ ગાડી લઈને અમે ગયા હતા.
5/9
સોમવારે સવારે શૈલેષ ભટ્ટ, કિરિટ પાટડીયા, કેતન પટેલ અને અનંત પટેલની હાજરીમાં જ જગદીશ પટેલની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં અનંત પટેલે એ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો કે બીટ કોઈન પડાવવાનું કૌભાંડ જગદીશ પટેલની સૂચનાથી જ પાર પાડવામાં આવ્યું હતું.
6/9
આ ઉપરાંત હવે આગામી દિવસોમાં સીઆઈડી પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને પૂછપરછ માટે બોલાવાય તેવી શક્યતા છે. જગદીશ પટેલ અને નલિન કોટડીયા બંન્ને એકબીજાના સંપર્કમાં હોવાના પુરાવા સીઆઈડીને મળ્યાં છે પણ તેઓ સંપર્કમાં કેમ હતા તે અંગે જગદીશ પટેલના રિમાન્ડમાં વધુ વિગતો ખૂલશે તેમ સીઆઈડીનું માનવુ છે.
7/9
પી.આઈની આ કબૂલાતના આધારે સીઆઈડી ક્રાઈમે રવિવારે અમરેલી એસ.પીના સરકારી બંગલેથી તેમની કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી હતી. જોકે, તેઓ તપાસમાં સહકાર આપતા નથી તેવું જાણવા મળ્યું છે.
8/9
આટલું જ નહીં ત્યારબાદ આ વેપારીઓ પાસેથી પૈસા પડાવવા જગદીશ પટેલે જ સૂચના આપી હતી. સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર જગદીશ પટેલ છે. આ આખું કૌભાંડ તેમની સૂચનાથી પાર પાડવામાં આવ્યું હોવાનું અત્યાર સુધીની તપાસમાં પૂરવાર થયું છે. મંગળવારે સાંજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
9/9
રવિવારે મોડી રાતે જગદીશ પટેલને જ ગાંધીનગરથી સીઆઈડી ક્રાઈમની કચેરીમાં લઈ અવાયા હતા. જ્યાં સીઆઈડી ક્રાઈમના અધિકારીઓ દ્વારા જગદીશ પટેલની પૂછપરછ કરાઈ હતી. પરંતુ જગદીશ પટેલ કંઈ પણ જાણતા નહીં હોવાનું રટણ આપી રહ્યા હતાં અને બીટકોઈન કૌભાંડમાં તેમનો કોઈ રોલ નહીં હોવાની વાત પર અડગ રહ્યા હતાં.