અમદાવાદઃ જસદણ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને ભાજપ દ્વારા કમર કસવામાં આવી છે. ભાજપ દ્વારા બે મંત્રી સહિત 15 આગેવાનોને ચૂંટણીની જવબદારી સોંપવામાં આવી છે. નોંધનીય છે કે, કુંવરજી બાવળીયાએ કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી છે, ત્યારે મંત્રી બાવળીયાને જીતાડવા ભાજપ દ્વારા કમર કસી લેવામાં આવી છે.
2/2
ભાજપ દ્વારા મંત્રી સૌરભ પટેલ અને જયેશ રાદડિયા ઉપરાંત મોહન કુંડરિયા , હીરાભાઈ સોલંકી, જયંતિ કવાડિયા, કિરીટ સિંહ રાણા, બાબુભાઈ જેબલિયા, ગોવિંદ ભાઈ પટેલ, આર. સી. મકવાણા , નીતિન ભારદ્વાજ, રમેશ મગર , અમોહ શાહ, જયંતિ ઢોલ , ભરત બોધરા અને પ્રકાશ સોનીને જવાબદારી આપવામાં આવી છે.