ભારતમાં સી પ્લેનની નવી ઓળખ વડાપ્રધાન મોદી દ્વારા તેના ઉપયોગ બાદ મળી હતી. ગત્ત વર્ષે ડિસેમ્બરમાં વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં સી પ્લેનની મુસાફરી કરી હતી. ત્યારે વડાપ્રધાન મોદી સાબરમતીના કિનારેથી સી પ્લેનમાં બેસીને અંબાજી મંદિર સુધી ગયા હતા. વડાપ્રધાને ત્યારે જ સ્પષ્ટતા કરી હતી કે સાબરમતીમાં આગામી દિવસોમાં પણ સી પ્લેન દ્વારા જ ઉતરશે.
2/5
પહેલા તબક્કામાં ચિલ્કા સરોવર (ઓરિસ્સા), સાબરમતી નદી અને સરદાર સરોવર બંધ (ગુજરાત) પર કામ થશે. પ્રભુએ જણાવ્યું કે, સી પ્લેનના હવાઇ મથકો બનાવવાનાં નિયમ અને લાઈસન્સ નિયમો અંગે નાગરિક ઉડ્યન મહાનિર્દેશાલય (ડીજીસીએ) પહેલા જ માહિતી આપી ચુક્યું છે.
3/5
આ સાથે જ દેશના ધાર્મિક માન્યતા ધરાવતા સ્થળોને પણ સારી કનેક્ટિવિટી મળશે. તેમણે જણાવ્યું કે, શરૂઆતી તબક્કા માટે સરકારે 5 સ્થળોની પસંદગી કરી છે. તેમાં ઓરિસ્સા, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને અસમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
4/5
સૌથી પહેલું સી પ્લેનના મથકોમાં ગુજરાતના અમદાવાદની સાબરમતી નદી, સરદાર સરોવર બંધ અને ઓરિસ્સાના ચિલ્કા સરોવર નજીક બનશે. આ અંગે માહિતી આપતા નાગરિક ઉડ્યન મંત્રી સુરેશ પ્રભુએ ટ્વિટ કર્યું હતું અને જણાવ્યું હતું કે, દેશના અલગ અલગ રાજ્યોમાં સી પ્લેન મથકો બનાવવાની સૈદ્ધાંતિક મંજુરી આપી દેવામાં આવી છે. જેના કારણે રાજ્યના ટૂરિઝમને પણ વેગ મળશે.
5/5
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી નદીમાં સી-પ્લેનથી સવારી કરી હતી ત્યારે ભારે વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ ભારતમાં સી પ્લેન સર્વિસને મોટા સ્તર પર ચાલુ કરવા માટેનું આયોજન કેન્દ્ર સરકાર તૈયાર કરી રહી છે. જેના માટે સરકારે દેશના વિવિધ ભાગોમાં સી પ્લેન ઉતારવા માટે અડ્ડા બનાવવાને મંજુરી આપી દેવામાં આવી છે. શનિવારે નાગરિક ઉડ્યન મંત્રાલયની તરફથી અપાયેલા નિવેદનમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી.