પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં આગામી 4 દિવસ કોલ્ડવેવ ચાલુ રહેશે. દિલ્હીમાં સોમવારથી બે-ત્રણ દિવસ હળવો વરસાદ પડશે તેવી સંભાવના છે. દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે પાંચ વર્ષમાં સૌથી વધુ ઠંડી અનુભવાઈ. દિલ્હીમાં 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ઠંડી અને ઠંડા પવનો ફુંકાતા રહેશે.
2/4
હવામાન ખાતાએ આગાહી કરી છે કે, આગામી 3 દિવસ દિલ્હી-એનસીઆર તેમજ ઉત્તર ભારતનાં રાજ્યોમાં કોલ્ડવેવ ચાલુ રહેશે. સોમવારે દિલ્હી અને ઉત્તરના અનેક રાજ્યોમાં પારો 4 ડીગ્રી ગગડવાની તેમજ હળવો વરસાદ પડવાની શક્યતા છે. શનિવારે દિલ્હીનું તાપમાન 6 ડીગ્રી નોંધાયું હતું.
3/4
ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. 30 અને 31 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે તેના કારણે વાદળો છવાતા ઠંડી ઘટી શકે છે. જોકે ત્યારબાદ 2થી 10 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ભારતના પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાના કારણે કમોસમી વરસાદ અને માવઠાની સંભાવના છે. ખેતી પાકોને પણ આ માવઠાના કારણે નુકસાન થવાની શક્યતા છે.
4/4
ઉત્તર ભારત અને કાશ્મીરમાં થયેલ હિમવર્ષાના લીધે ગુજરાતમાં હજુ આગામી ત્રણ દિવસ કોલ્ડવેવ રહેશે. ખાસ કરીને તા.28ના રોજ ઠંડી વધી શકે છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ ઉત્તર ગુજરાત, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં લઘુતમ તાપમાન 8 ડિગ્રી સુધી જઈ શકે છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ઠંડી વધી શકે છે. જૂનાગઢ-ગિરનાર પર પણ ઠંડી વધી શકે છે.