શોધખોળ કરો
ગુજરાતમાં હજુ કેટલા દિવસ પડશે કાતિલ ઠંડી, હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત
1/4

હવામાન વિભાગના મતે આગામી 24 કલાક એટલે આજે ઠંડીમાં વધારાની સંભાવના ઓછી છે. ત્યાર બાદ સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. ગાંધીનગરમાં 8.8, દીવમાં 9.0, મહુવામાં 9.2, અમદાવાદમાં 10.0, વડોદરામાં 10.8, સુરેન્દ્રનગરમાં 11.4, રાજકોટમાં 11.7, નલિયામાં 11.8 તથા સુરતમાં 13.0 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે.
2/4

આગામી બે દિવસમાં આખા ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી છે તેની સાથે અમદાવાદમાં 11 ડિગ્રીની આસપાસ સરેરાશ લઘુત્તમ તાપમાન રહેશે. મહત્વનું છે કે ગઈકાલે અમદાવાદમાં વાદળછાયું અને તાપવાળું મિશ્ર વાતાવરણ રહ્યું હતું.
3/4

હવામાન વિભાગનું અનુમાન કર્યું છે કે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. અમદાવાદમાં 28.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો અને 10 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.
4/4

અમદાવાદ: ઉત્તર ભારતમાં થયેલી કાતિલ હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ગઈકાલે 8.8 ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધારે ઠંડી નોંધાઇ હતી જ્યારે અમદાવાદમાં 10 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગે 2 અને 3 ફેબ્રુઆરી બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે.
Published at : 02 Feb 2019 09:36 AM (IST)
View More





















