સુરેંદ્રનગરના લિંબડીમાં બે ઈંચ ,કપરાડા, સાગબારા અને વઘઈ તાલુકામાં દોઢ ઈંચ , જ્યારે ચુડા,ચીખલી, બારડોલી અને વલસાડ તાલુકામાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો. દ્વારકાના કલ્યાણપુર, ખંભાળિયા તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે મગફળી, કપાસ, બાજરી, એરંડાના પાકને મોટું નુકસાન થયું છે.
2/5
હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, ‘મહા’ વાવાઝોડું ગુજરાત તરફ આવતા નબળું પડશે. ચોથી નવેમ્બરથી 7મી નવેમ્બર સુધી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલમાં વેરાવળથી 540 કિલોમીટર દક્ષિણ પશ્ચિમે વાવાઝોડું સક્રિય છે.
3/5
હવામાન વિભાગના કહેવા પ્રમાણે, ‘મહા’ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે નહી પરંતુ આગામી 5-7 નવેમ્બર સુધી તેની અસરને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.
4/5
‘મહા’ વાવાઝોડાની અસરના કારણે વલસાડના ધરમપુર અને નવસારીના ખેરગામમાં સવા બેથી અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. તે સિવાય નવસારીના ખેરગામમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. વલસાડના કપરાડામાં 1.6 ઇંચ વરસાદ વરસવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું.
5/5
અમદાવાદઃ રાજ્ય પરથી ‘મહા’ વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. પરંતુ તેની વિપરીત અસરો સમગ્ર રાજ્ય પર વર્તાઇ રહી છે. વાવાઝોડાની અસરના કારણે રાજ્યના 63 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત થઇ હતી. શહેરના બોપલ,ઘુમા, બાપુનગર, શ્યામલ ચાર રસ્તા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદ ગ્રામ્યના સાણંદ,બાવળા સહિતના વિસ્તારમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો.