દિલીપ સાબવા કોઈ પણ પ્રકારની બબાલ કર્યા વિના પાછા વળી ગયા હતા પણ મોડી રાતે ઓળખ છૂપાવીને ગ્રીનવુડ રીસોર્ટમાં ગયા હતા. એ પછી દિલીપ સાબવાએ વાહન લઈને હાર્દિકના નિવાસસ્થાને પ્રવેશ કર્યો હતો અને હાર્દિક સાથે મુલાકાત કરી હતી.
2/5
દિલીપ સાબવા પહેલાં હાર્દિક પટેલની સાથે હતા પણ પછી હાર્દિકના વિરોધી બન્યા હતા. હાર્દિક પટેલથી અલગ તેમણે ‘પાસ’નું પોતાનું જૂથ બનાવ્યું છે. આ જૂથે તાજેતરમાં ઉંઝાથી શહીદ યાત્રા કાઢી હતી. સાબવા હાર્દિક પટેલની કોંગ્રેસ સાથેની નિકટતાના કારણે તેમનો વિરોધ કરી રહ્યા છે.
3/5
‘પાસ’ના સંગઠન પ્રભારી દિલીપ સાબવા શનિવારે 70 જેટલા કન્વીનરોને લઈને હાર્દિક પટેલના નિવાસસ્થાને તેને મળવા અને તેના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા. જો કે, પોલીસે તેમની ટીમને અટકાવી હતી અને કોઈ પણ વ્યક્તિને હાર્દિકને મળવા નહોતા દીધા.
4/5
આ માહોલમાં આગેવાન હાર્દિકને મળવા માટે ‘પાસ’ના આગેવાન દિલીપ સાબવાએ ફિલ્મી દાવ અજમાવ્યો હતો. સાબવાએ ઓળખ છૂપાવીને પહેલાં ગ્રીનવુડ રિસોર્ટમાં પ્રવેશ કર્યો હતો અને પછી પાછલા રસ્તે વાહન લઈને ગ્રીનવુડ સોસાયટીમાં આવેલા હાર્દિકના ઘરમાં ઘૂસીને હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી.
5/5
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે ત્યારે પોલીસ તેને મળવા આવનારા લોકોને રોકે છે. પોલીસ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનરોને પણ હાર્દિક પટેલને મળવા નથી દેતી તેવા આક્ષેપો થાય છે.