શોધખોળ કરો
અમદાવાદઃ પૂર્વ મુખ્યમંત્રીની પૌત્રી સહિત ચાર યુવતી નશાની હાલતમાં પકડાઈ ને ગાંધીનગર થયો ફોન, પછી શું થયું ?
1/5

અમદાવાદઃ અમદાવાદના એસ.જી.હાઈ વે પર ચાર યુવતીઓ અને એક યુવક દારૂ પીધેલી હાલતમાં ઝડપાયાં હતાં પણ આ મામલે માત્ર એક યુવક સામે દારૂ પીવાનો ગુનો નોંધાયો છે જ્યારે યુવતીઓને જવા દેવાઈ હતી. આ યુવતીઓમાં એક ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીની પૌત્રી હતી તેથી મામલો રફેદફે કરાયો હોવાની ચર્ચા છે.
2/5

પોલીસે આ પ્રકરણમાં યુવક સામે દારૂ પીધેલી હાલતમાં ઝડપાવાનો કેસ કર્યો હતો અને આ કેસમાં ભીનું સંકેલી લીધું હતું. જો કે આ ઘટનાની જાણ ધીમે ધીમે પોલીસ અધિકારીઓને થતાં આ વાત બહાર આવી હતી. મોટા પરિવારની યુવતીઓને પોલીસે જવા દીધી તેની પાછળ કોનું દબાણ હતું, તે મુદ્દો હાલ ચર્ચાઈ રહ્યો છે.
Published at : 17 Jul 2018 01:59 PM (IST)
View More





















