શોધખોળ કરો
ભાજપના ક્યા ભૂતપૂર્વ ધારાસભ્યે કોંગ્રેસમાં જોડાવાવની કરી જાહેરાત, જાણો વિગત
1/4

લાલજી મેરે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાની સ્પષ્ટતા કરી હતી. બીજી તરફ, તેમણે ખેડૂતોના મુદ્દે ભાજપની જ સરકાર સામે આડકતરી રીતે સવાલો ઉઠાવ્યા છે. લાલજી મેરે કહ્યું કે સરકાર ખેડૂતો માટે કામ કરવાની વાત કરે છે પણ તેમની સ્થિતિ સારી નથી.
2/4

લાલજી મેરના રાજીનામાંથી અમદાવાદ જિલ્લા ભાજપને મોટો આંચકો લાગ્યો છે. લાલજી મેર ધંધુકાના પૂર્વ ધારાસભ્ય હતા. તેઓ 2012માં ધંધુકા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા. અને 2017 સુધી ધંધુકાના ધારાસભ્ય રહ્યા હતા. લાલજી મેર ભાજપની સાથે ઘણા સમયથી છે. જેઓ સક્રિય કાર્યકર્તા છે. જેમના રાજીનામાથી ભાજપને ફટકો પડી શકે છે.
Published at : 27 Nov 2018 04:40 PM (IST)
View More





















