અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા આનંદીબેન પટેલ આગામી ડિસેમ્બરમાં યોજાનારી રાજ્યની વિધાનસભા ચૂંટણી લડશે નહીં. આનંદીબેને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પત્ર લખી ચૂંટણી નહી લડવાની ઇચ્છા જણાવી હતી. આનંદી બેન પટેલ 1998થી અત્યાર સુધી ધારાસભ્ય રહ્યા છે.
6/6
ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીનું બહુમાન પણ મેળવ્યું હતું. 1987માં આનંદીબેન પટેલ ભાજપમાં જોડાયા હતા. આનંદીબેન પટેલ હાલમાં ઘાટલોડિયા બેઠક પરથી ધારાસભ્ય છે. આગામી ચૂંટણીમાં આ બેઠક પરથી કોઇ નવા ચહેરાને તક આપવામાં આવે તેવું આનંદીબેને જણાવ્યું હતું.