તેમણે ઉમેર્યું કે અમે તમામ ફિલ્ડ ઓફિસર્સને સૂચના આપી જ દીધી છે કે રૂપિયા 500 અને 1000ની નોટો રદ કરવાની જાહેરાત કરાઈ એ પછી જ્વેલર્સ દ્વારા જે પણ વેચાણ કરાયું છે તેની ચકાસણી કરવામાં આવે અને નિયમોનો ભંગ તો કરાયો નથી તેની ખાતરી કરવામાં આવે.
2/7
કેન્દ્રના રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ બુધવારે રાત્રે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જ્વેલર્સને સ્પષ્ટ સૂચના આપી છે કે ગ્રાહકનો પાન (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) લીધા વિના કોઈ પણ જ્વેલરે ગ્રાહકોને સોના કે ઘરેણાંનું વેચાણ કરવું નહીં, નહિંતર તેમની સામે આકરાં પગલાં લેવાશે.
3/7
હસમુખ અઢિયાએ જાહેરાત કરી હતી કે આ વધારાની આવકને કરચોરી તરીકે ગણવામાં આવશે અને તેના પર કરવેરાની રકમ ઉપરાંત કરપાત્ર આવક પર આવક વેરા કાયદાની કલમ 270 (એ) હેઠળ 200 ટકા પેનલ્ટી વસૂલાશે. આમ સોનાની ખરીદી કરનારા પર પણ હવે તવાઈ આવશે એ નક્કી છે.
4/7
કેન્દ્ર સરકારે બુધવારે રાત્રે જાહેરાત કરી હતી કે આવક વેરા વિભાગ બેંકમાં 2.50 લાખથી વધારેની રકમ જમા કરાવનાર વ્યક્તિ દ્વારા ફાઇલ કરવામાં આવેલાં ઇન્કમ ટેક્સ રિટર્ન્સ ચકાસશે અને તેની આવકનો તાળો મેળવશે. આ તાળો નહીં મળે તો આવકવેરા વિભાગ ઈન્કમટેક્સ ઉપરાંત 200 ટકા દંડ વસૂલશે.
5/7
અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કાળા નાણાંના દૂષણને ડામવા માટે રાતોરાત રૂપિયા 500 અને 1000ની નોટો રદ કરવાની જાહેરાત કરી તેના પગલે લોકોએ દોડાદોડ કરી મૂકી સોનાની ખરીદી કરી છે પણ કેન્દ્ર સરકારે કરેલી જાહેરાતના પગલે સોનાની ખરીદી કરનારા લોકો મુશ્કેલીમાં આવી શકે છે.
6/7
આ સરખામણીમાં બંને વચ્ચે મેળ નહીં ખાતો હોય તો જ્વેલર્સ સામે પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત ગ્રાહક સામે પણ પગલાં લેવાશે અને તેનું ઈન્કમટેક્સ રીટર્ન તપાસીને સરખામણી કરાશે. તેના આધારે તેના પર ઈન્કમટેક્સ અને 200 ટકા કરતાં પણ વધારે દંડ લગાવાશે.
7/7
તેમણે ઉમેર્યું કે જે જ્વેલર્સે ગ્રાહક પાસેથી પાન (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) લીધા વિના સોના કે ઘરેણાંનું વેચાણ કર્યું છે તેમની સામે આકરાં પગલાં લેવાશે. એટલું જ નહીં પણ જ્વેલર્સ દ્વારા બેંકોમાં જમા થતી રકમ અને તેમણે કરેલા વેચાણના આંકડાની પણ સરખામણી કરવામાં આવશે.