જીવાભાઈ પટેલે 2004માં લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી નીતિન પટેલને હરાવ્યા હતા. ત્યારબાદ તે 2017માં વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં નીતિનભાઈ પટેલે જીવાભાઈને હરાવ્યા હતા.
3/5
અમદાવાદ: 2019ની લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મહેસાણાના પૂર્વ કોંગ્રેસ સાંસદ જીવાભાઈ પટેલે ભાજપમાં જોડાઈ ગયા છે. થોડા સમય પહેલાજ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.
4/5
જીવાભાઈ પટેલ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો પાટીદાર ચહેરો ગણાય છે. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના ખજાનચી રહી ચુક્યા છે. જીવાભાઈએ રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો થવા લાગી હતી. જે બાદ મંગળવારે તેમણે કેસરીયો ખેસ ધારણ કરી લીધો હતો.
5/5
બે મહિના પહેલા જ પૂર્વ કોંગી સાંસદ અને હાલ ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડી ભાજપના મંત્રી બન્યા છે. ત્યાં બીજો એક કૉંગ્રેસને ફટકો પડ્યો છે. જીવાભાઈ પટેલ ઉત્તર ગુજરાતના રાજકારણમાં પ્રદેશ કોંગ્રેસના તરીકે ખૂબ મોટુ નામ હતું.