જો રૂપિયા 10 લાખ ન આપે તો તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. જેથી પૂર્વ ધારા સભ્ય ડો. જીતુ પટેલે નારણયપુરા પોલીસ સ્ટેશનમાં 10 લાખની ખંડણી માગતા ફરિયાદ નોંધાઈ છે. નારણપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
2/3
અમદાવાદના નારાયણપુરામાં પૂર્વ ધારાસભ્ય ડો. જીતુ પટેલને ખંડણી માટે ધમકી આપવામાં આવી છે. વોટ્સએપ પર વિદેશના નંબરથી મેસેજ મોકલવામાં આવ્યો હતો જેમાં 10 લાખની ખંડણી માગવામાં આવી છે. 3 દિવસમાં રૂપિયા 10 લાખ આપવા માટેની ધમકી ડો. જીતુ પટેલને મળી છે.
3/3
અમદાવાદ: ગુજરાતમાં દિવસે દિવસે ક્રાઈમ રેટ વધી રહ્યો છે ત્યારે આજે અમદાવાદના નારાયણપુરામાં ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. પૂર્વ ધારાસભ્ય ડો. જીતુ પટેલને 10 લાખની ખંડણી માટે ધમકી આપવામાં આવી છે. જેના ફરિયાદ આજે પોલીસ સ્ટેશન નોંધાવવામાં આવી છે. ખંડણી ઉપરાંત પરિવારને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.