શોધખોળ કરો
‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ સોંગ ન ગાવાના આદેશને કિંજલ દવેએ કેમ હાઈકોર્ટમાં પડકાર્યો, જાણો વિગત
1/4

ઓસ્ટ્રેલિયામાં ‘કાઠિયાવાડી કિંગ’ તરીકે જાણીતા અને જામનગરના વતની કાર્તિક પટેલે અમદાવાદની કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઇટનો દાવો કર્યો હતો કે, કિંજલ દવે ‘ચાર બંગડીવાળી ગાડી’થી પ્રસિદ્ધ થઈ છે અને તેની કારકિર્દી આ ગીતના કારણે જ છે. પરંતુ આ સોંગની કિંજલે નકલ કરી છે. આ સોંગ તેણે બનાવી તેનો વીડિયો યુટ્યૂબ પર વર્ષ 2016માં અપલોડ કર્યો હતો.
2/4

ગીત પરના હકો તે જતાં કરવાનો આદેશ ગેરકાયદે છે. તેથી હાઈકોર્ટે તેની અરજી સાંભળવી જોઈએ અને કોમર્શિયલ કોર્ટના આદેશને રદબાતલ ઠેરવવો જોઈએ. જો કે કોમર્શિયલ કોર્ટમાં કિંજલ દવે વિરૂદ્ધ કોપીરાઈટનો દાવો કરનારા યુવકે હાઈકોર્ટમાં કેવિયેટ દાખલ કરી માગણી કરી છે કે હાઇકોર્ટ તેનો પક્ષ સાંભળ્યા વિના કોઈ નિર્ણય ન લે. તેથી હાઇકોર્ટે મંગળવારે બન્ને પક્ષને કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ કર્યો છે.
3/4

કોમર્શિયલ કોર્ટમાં દાવો કરનારા યુવકે હાઈર્ટમાં આ મુદ્દે કેવિયેટ દાખલ કરી સમયની માગણી કરવામાં આવી છે તેથી કેસની સુનાવણી મંગળાવારે એટલે કે 23મી જાન્યુઆરી પર મુકરર કરી છે. જ્યારે કિંજલ દવેએ રજૂઆત કરી છે કે, કોમર્શિયલ કોર્ટનો આદેશ એકતરફી અને અન્યાયી છે. આ સોંગ તેની અને તેની કંપનીની મૌલિક રચના છે.
4/4

અમદાવાદ: ગુજરાતી ફેમસ સિંગર કિંજલ દવેનું ‘ચાર બંગડીવાળી ગાડી’ સોંગ ઈન્ટરનેટ પરથી હટાવવા તેમજ કોમર્શિયલ કાર્યક્રમમોમાં આ સોંગ ન ગાવાના અમદાવાદની કોમર્શિયલલ કોર્ટના વચગાળાના આદેશને પડકારતી અરજી કિંજલ દવેએ ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ હર્ષા દેવાણી અને જસ્ટિસ એ.પી. ઠાકર સમક્ષ કરી છે. આ કેસમાં આજે સુનાવણીની આવે તેવી શક્યતા છે.
Published at : 23 Jan 2019 08:01 AM (IST)
View More





















