ભૂપેન્દ્રસિંહની જીત પોસ્ટલ બેલેટની ગણતરીમાં ગરબડ કરી હોવાની અરજી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે કરી હતી. હવે રાઠોડની ઈલેક્શન પિટિશન પર આગામી દિવસોમાં સુનાવણી થશે.
2/4
વિધાનસભાની ચૂંટણીમાં બાવળા બેઠક પરથી મોટા કદના નેતાની નાની જીત થઈ હતી. વિરોધી ઉમેદવારને 327 જેટલા નજીવા અંતરે હાર આપી હતી અને તેમાં પોસ્ટલ બેલેટથી જીત મળી હતી.
3/4
આ જીતને ધોળકા બેઠક પર હારેલા અશ્વિન રાઠોડે હાઈકોર્ટમાં પડકારી હતી. કોંગ્રેસના ઉમેદવારની અરજી રદ કરવા માટે ભૂપેન્દ્રસિંહે અરજી કરી હતી. જોકે ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અરજીને ફગાવી દીધી હતી.
4/4
અમદાવાદ: શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ગુજરાત હાઈકોર્ટે ઝાટકો આપ્યો છે. 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા વિધાનસભા બેઠક પરથી તેઓ માંડ-માંડ 327 મતેથી વિજય મેળવ્યો હતો.