હાઈકોર્ટે એમ પણ ઠેરવ્યું હુતં કે, ગુજરાતમાં માલ લાવતા પહેલા અન્ય રાજ્યોમાં જે ટેક્સ ચુકવ્યો હશે, તે એન્ટ્રી ટેક્સમાં ગણતરીમાં લેવાશે. તેમજ કંપનીઓ દ્વારા આંતરરાજ્ય વેપાર પર અંકુશ લગાવ્યો હોવાનો આક્ષેપ હાઇકોર્ટે નકાર્યો હતો. તેમણે વેપારી અને ગ્રાહક બંનેના હક્ક પર તરાપ વાગી હોવાનો આક્ષેપ પણ કોર્ટે નકાર્યો હતો.
2/4
અમદાવાદઃ તમે મોબાઇલ એપ કે પછી લેપટોપ પર Amazon-flipkart જેવી ઇ-કોમર્સ કંપનીઓ પરથી વસ્તુઓ મગાવતાં હોય, તો આ સમાચાર તમારા માટે છે. હવે તમને ઓનલાઇન ખરીદી હવે મોંઘી પડવાની છે. કારણ કે, હવે ગુજરાત સરકારે આ કંપનીઓ પર એન્ટ્રી ટેક્સ લગાવી દીધો છે.
3/4
નોંધનીય છે કે, રાજ્ય સરકારના એન્ટ્રી ટેક્સના નિર્ણયની સામે ફ્લીપકાર્ટ, એમેઝોન જેવી વિવિધ ઇ-કોમર્સ કંપનીઓએ હાઈકોર્ટમાં રિટ પિટિશન કરી હતી અને ગુજરાત સરકારના આ નિર્ણયને રદ કરવાની માગ કરી હતી. જોકે, ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદામાં ઇ-કોમર્સ કંપનીઓને એન્ટ્રી ટેક્સ ચુકવવો પડશે, તેમ જણાવ્યું હતું.
4/4
આ સાથે હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધારે એન્ટ્રી ટેક્સ કાયદેસર હોવાનું ઠરાવી ઇ-કોમર્સ કંપનીઓને રિટ ફગાવી દીધી હતી. હાઈકોર્ટે ચુકાદામાં ઠેરવ્યું હતું કે, ઇ-કોમર્સ કંપનીઓને રાજ્યમાં તેમને માલ-સામાન લાવતી વખતે એન્ટ્રી ટેક્સ ભરવો પડશે.