પોલીસ દળનો ઉત્સાહ વધારવા અને તેમને વધુ કાર્યક્ષમ બનાવવા તેમજ પારિવારીક સવલતોની ચિંતા કરવા રાજ્ય સરકાર હંમેશા કટીબદ્ધ રહી છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ માટે આધુનિક આવાસો તૈયાર કર્યાં છે.
2/4
આ ઉપરાંત સબ ઈન્સ્પેક્ટરને 55.46 ચોરસ મીટર આવાસની જગ્યાએ 60થી 65 ચોરસ મીટરના આધુનિક સગવડ ધરાવતા આવાસ ફાળવવામાં આવશે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના આ નિર્ણયથી હવે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈને બે રૂમના સ્થાને ત્રણ રૂમના મોટા આવાસ ફાળવવામાં આવશે.
3/4
નોંધનીય છે કે, પોલીસ કોન્સ્ટેબલને હાલમાં રહેણાંક માટે બે રૂમના આવાસ મળે છે. હાલની જોગવાઈ અનુસાર પોલીસ કોન્સ્ટેબલ અને હેડકોન્સ્ટેબલને 41.85 ચોરસ મીટરના રહેણાંક આવાસ ફાળવવામાં આવે છે. જે વધારીને હવે 50થી 55 ચોરસ મીટરના આવાસો ફાળવવામાં આવશે.
4/4
ગાંધીનગરઃ ગુજરાતની જનતાની સુરક્ષા માટે ખડેપગે રહેતાં પોલીસ કર્મચારીઓ માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકારે પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને ત્રણ રૂમના આવાસો ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો સત્વરે અમલ કરવામાં આવશે.