ધોરણ-9થી ધોરણ 12માં વિદ્યાર્થીઓની હાજરી શિક્ષકો દ્વારા નોંધણી સમયે યસ સર કે પ્રેઝન્ટ સર બોલવાને બદલે બાળકો પાસે જય હિંદ કે જય ભારત બોલાવવાની સૂચના આપવામાં આવી છે.
2/3
રાજ્ય શિક્ષણ વિભાગની તારીખ 31મી ડિસેમ્બરે રીવ્યૂ મિટિંગ મળી હતી. જેમાં નક્કી કરાયું કે બાળકોમાં બાળપણથી જ દેશપ્રેમની ભાવના જાગે તે માટે પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ શિક્ષણમંત્રીએ રાજ્યની તમામ શાળામાં નવા નિયમનો અમલ કરવાની સૂચના આપી હતી.
3/3
અમદાવાદઃ સામાન્ય રીતે શાળામાં જ્યારે ટીચર વિદ્યાર્થીઓની હાજરી પૂરતાં હોય છે ત્યારે બાળકો પ્રેઝન્ટ સર કહીને હાજરી પૂરાવતા હોય છે. જોકે, હવે રાજ્ય સરકાર આચાર સંહિતા લાવવાની તૈયારી કરી રહી છે. આ આચાર સંહિતા અનુસાર, હવે જ્યારે પણ ટીચર શાળામાં હાજરી પૂરે ત્યારે વિદ્યાર્થીઓએ પ્રેઝન્ટ સરની જગ્યાએ જય હિંદ, જય ભારત બોલવું પડશે.