હાર્દિક પટેલ સુરતથી રોડ માર્ગે વિરમગામ જવા રવાના થશે. રસ્તામાં અંકલેશ્વર, ભરૂચ, વડોદરા ખાતે પણ પાટીદારો તેના ભવ્ય સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. હાર્દિક અમદાવાદમાં પણ રોકાશે અને પાટીદારોને મળીને ટૂંકું સંબોધન કરશે. એ પછી હાર્દિક વિરગગામ પોતાના પરિવાર પાસે જશે.
2/6
હાર્દિકને રાજદ્રોહના કેસમાં જામીન આપતી વખતે છ મહિના ગુજરાત બહાર રહેવાની શરત લાદી છે. વિરમગામ હાર્દિકના ઘરે તેના પરિવારજનો અને પાસના આગેવાનો સાથે ચર્ચા કરીને હાર્દિકે ક્યાં રહેવું તે નક્કી કરાશે. જુદાં જુદાં રાજ્યોમાંથી હાર્દિકને જે ઓફરો આવી છે તેના પર ચર્ચા કરાશે.
3/6
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતી(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલને રાજદ્રોહના કેસમાં જામીન મળી ગયા છે અને સોમવારે બાકી રહેલા વિસનગરના કેસમાં પણ તેને જામીન મળી જાય તેમ છે ત્યારે હાર્દિક સોમવારે જેલની બહાર આવી જાય તેવી શક્યતા છે.
4/6
હાર્દિક હાલમાં સુરતની લાડપોર જેલમાં છે. હાર્દિક સોમવારે જેલની બહાર આવે ત્યારે તેના સ્વાગત માટે સુરતમાં હજારોની સંખ્યામાં પાટીદારોને ખડકી દઈ શક્તિપ્રદર્શન કરવાનું આયોજન પાસ દ્વારા હાથ ધરાયું છે. હાર્દિકના સ્વાગત માટે સુરતમાં ઉમટી પડવા પાટીદારોને હાકલ કરતા મેસેજ ફરતા કરી દેવાયા છે.
5/6
રાજકોટ પાસના કન્વીનર બ્રિજેશ પટેલે જાહેરાત કરી છે કે સોમવારે હાર્દિક જેલની બહાર આવે ત્યારે તેને આવકારવા બે લાખ પાટીદારો જેલની બહાર ઉભા હશે. હાર્દિકનું ભવ્ય સ્વાગત કરાશે અને એ પછી રેલી પણ કઢાશે. રેલી પછી જાહેર સભામાં ફેરવાઈ જશે અને ત્યાં હાર્દિક ઉપસ્થિત મેદનીને સંબોધન કરશે.