હાર્દિક પટેલના પરિવારે દિગસર ખાતે લગ્ન કરવાનું નક્કી કર્યું તેનું કારણ એ છે કે, હાર્દિક પટેલનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાનું દિગસર છે. હાર્દિક પટેલનો પરિવાર વરસોથી વિરમગામ રહે છે તેથી તે વિરમગામમાં ઉછર્યો પણ લગ્ન તે પોતાના વતનમાં જ કરવાનો છે.
2/3
આ સંજોગોમાં બંનેનાં લગ્ન સુરત કે વિરમગામમાં થાય એવું સૌને લાગે પણ આશ્ચર્યજનક રીતે હાર્દિક પટેલનાં લગ્ન આ બંનેમાંથી કોઈ સ્થળે નથી થવાનાં. બલ્કે સુરેન્દ્રનગર જિલ્લાના દિગસર ગામે થવાનાં છે. દિગસર નાનકડું ગામ છે અને મોટા ભાગનાં લોકોએ તેનું નામ પણ સાંભળ્યું નથી.
3/3
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)નો કન્વિનર હાર્દિક પટેલે પોતાની પ્રેમિકા કિંજલ પરીખ સાથેના પ્રેમનો એકરાર કર્યો છે. બંને લગ્ન કરવાનાં છે તેવી જાહેરાત પણ કરી છે. હાર્દિક પટેલ વિરમગામનો છે જ્યારે કિંજલ પણ વિરમગામની છે પણ હાલમાં સુરત રહે છે.