અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 56 ટકા વરસાદ વરસ્યો છે. તેમ છતાં રાજ્યના અમદાવાદ સહિતના સંખ્યાબંધ જિલ્લાઓમાં હજુ પણ જરૂરિયાત કરતા ઓછો વરસાદ વરસ્યો છે.
3/5
બંગાળની ખાડીની પરની વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થઈ છે. જેને કારણે 15, 16 અને 17 ઓગષ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે જે રીતે દરિયો તોફાની બન્યો છે તે જોતા આગામી 48 કલાક સુધી દરિયો ન ખેડવાની માછીમારોને સુચના પણ આપી દેવામાં આવી છે.
4/5
બંગાળની ખાડી પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 16 અને 17 ઓગસ્ટ સહિત ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
5/5
ગુજરાતમાં લાંબા સમયથી વરસાદનો વિરામ છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં ઘણી જગ્યાએ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. જોકે વરસાદ બંધ થતાં બફારો વધી ગયો છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને વરસાદ માટે અનેક જગ્યાએ પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે.