અમદાવાદમાં સાંજે 5થી 6 સુધીમાં પડેલા વરસાદના આંકડા પ્રમાણે વાત કરીએ ઓઢવમાં 63, કોતરપુરમાં 49, ચકુડીયામાં 40, મણીનગરમાં 33, નરોડામાં 30, વિરાટનગરમાં 26 મીમી વરસાદ ખાબક્યો હતો. આમ એક કલાકમાં એક ઈંચથી માંડીને અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
5/9
જોકે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિ-પ્લાનની પોલ મેઘરાજાએ ખોલી નાખી હતી. માત્ર પોણો ઈંચ વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારો અને અસંખ્ય સ્થળે પાણી ભરાયા હતા. અમદાવાદમાં પાણી ભરાયા તેની ફરિયાદો પણ કરવામાં આવી હતી.
6/9
અમદાવાદ સિવાય સૌરાષ્ટ્રમાં પણ ધીમી ગતિએ વરસાદ વરસ્યો હતો. શહેરમાં આખો દિવસ અસહ્ય ઉકળાટ રહ્યો હતો. ભેજનું પ્રમાણ સાંજે 97 ટકાએ પહોંચી જતાં વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદમાં લોકો ખૂબ જ મજા માણી હતી.
7/9
સોમવારે સાંજે અમદાવાદમાં એક કલાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતાં. જેના કારણે શહેરજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
8/9
ભારે વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રિ-મોન્સુન પ્લાનની પોલ ખોલી નાખી હતી. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતાં. નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ઘૂસી જતાં પરિવારોએ પાણી ઉલેચવા જોંચરાવું પડ્યું હતું.
9/9
અમદાવાદ: નૈઋત્યના ચોમાસાની આતકનજરે રાહ નિહાળતા અમદાવાદના લોકોને સાંજે મેઘરાજાએ ઝલક બતાવી હતી. આખો દિવસ ગરમી અને ઉકળાટ બાદ સાંજે વરસાદ તૂટી પડ્યો હતો. સૌથી વધુ વરસાદ ઓઢવ વિસ્તારમાં એક કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો.