ઉલ્લેખનીય છે કે મંગળવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના કારણે સુરતમાં પાણી જ પાણી થઈ ગયું હતું. રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થયું હતું. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
2/7
શુક્રવારે પણ ઓડિશા, કોંકણ અને ગોવા તેમજ કર્ણાટકના દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદની આઈએમડીએ આગાહી કરી છે. વિદર્ભ, છત્તીસગઢ, પશ્વિમ બંગાળના ગંગાના કિનારાના વિસ્તારો, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, દરિયાઈ આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદ પડી શકે છે.
3/7
આઈએમડીએ ગુરુવાર માટે આગાહી કરી છે કે, કોંકણ અને ગોવા તેમજ દરિયાઈ કર્ણાટકના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ગુજરાત, કર્ણાટક, મેઘાલય, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, આસામ, આંધ્રાપ્રદેશ, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની શક્યતા છે.
4/7
બુધવાર માટે જાહેર કરવામાં આવેલ ચેતવણીમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આસામ અને મેઘાલય તેમજ કોંકણ અને ગોવામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે આજ દિવસે ગુજરાત, સિક્કીમ, પશ્વિમ બંગાળના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. મધ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકના દરિયાઈ ભાગનો પણ તેમાં સમાવેશ થઈ શકે છે.
5/7
ગત સપ્તાહે હવામાન વિભાગે જાહેરાત કરી હતી કે, સમગ્ર દેશમાં ચોમાસું સામાન્ય તારીખથી 17 દિવસ પહેલાં જ બેસી ગયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશના અનેક છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આ ઉપરાંત પશ્વિમ બંગાળના હિમાલયન પ્રદેશો, સિક્કીમ, બિહાર, આસામ અને મેઘાલયમાં પણ અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
6/7
ગુજરાત, જમ્મુ-કાશ્મીર, તમિળનાડુ અને આસામ સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં શુક્રવાર સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને પગલે ગુજરાતનું વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને લોકોને હાલાકી ન પડે તે માટેની તમામ તૈયારીઓ કરી લીધી છે.
7/7
અમદાવાદ: છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મેઘરાજા ભારે મહેરબાન થયા છે. વરસાદનો આ રાઉન્ડ ચાલુ જ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઠંડક પ્રસરી ગઈ છે. જ્યારે વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. મંગળવારે સુરતમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના કારણ સમગ્ર શહેરમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.