આમ છતાં આચાર્ય અને ઉપાચાર્યની કાર્યક્રમ યોજવાની તૈયારી હોવા છતાં વર્તમાન રાજકીય સંજોગોમાં ટ્રસ્ટે લેખિતમાં કોલેજનો હોલ આ કાર્યક્રમ માટે ફાળવવાનો ઈન્કાર કરતાં વાર્ષિકોત્સવ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેવું એચ.કે.આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ હેમંત કુમારે કહ્યું હતું.
2/4
અંતે કોલેજના ટ્રસ્ટે કોલેજ કેમ્પસના હોલને વાર્ષિકોત્સવ માટે ફાળવવા ઈન્કાર કરતાં પ્રિન્સિપાલે આ વાર્ષિકોત્સવનું રદ કર્યો છે. જિજ્ઞેશ મેવાણીએ એચ.કે.આર્ટસનો પૂર્વ વિદ્યાર્થી છે. કેટલાંક વિદ્યાર્થી નેતાઓએ જિજ્ઞેશ મેવાણી ભાગલાવાદી, સમાજવાદી, માઓવાદી છે તેને કેમ કોલેજમાં બોલાવો છો? કહી વિરોધ કર્યો હતો.
3/4
કોલેજના ટ્રસ્ટી મંડળે કોલેજના પ્રિન્સિપાલને પત્ર પાઠવ્યો હતો કે, વર્તમાન રાજકીય સંજોગોમાંમાં કોલેજનું હિત જોતા વાર્ષિકોત્સવ માટે કોલેજનો સભાગૃહ(હોલ) ફાળવવામાં નહીં આવે. એચ.કે.આર્ટસ કોલેજના વાર્ષિકોત્સવમાં ચીફ ગેસ્ટ તરીકે બોલાવેલા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના નામ સામે વાંધો હોવાથી આ કાર્યક્રમ નહીં થવા દેવાની વિદ્યાર્થી નેતાઓની ધમકીને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે.
4/4
અમદાવાદ: એચ.કે.આર્ટસ કોલેજમાં આજે યોજાનારા વાર્ષિકોત્સવમાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને ચીફ ગેસ્ટના આમંત્રણથી વિદ્યાર્થી નેતાઓના વિરોધ પછી કાર્યક્રમ રદ કરવા ફરજ પડી હતી. વિદ્યાર્થી નેતાઓએ ચીમકી આપી હતી કે, જિજ્ઞેશ મેવાણી વિવાદાસ્પદ નેતા હોવાથી વાર્ષિકોત્સવમાં બોલાવાય તો કાર્યક્રમ નહીં થવા દઈએ.